આસારામ વિરુદ્ધ 376 બી બળાત્કાર અને 377ની સૃષ્ટી વિરુદ્ધના કૃત્યની કલમ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા
2001ના ગુના હેઠળ 2013માં ફરીયાદ નોંધાઈ હતી. જેમાં આસારામ વિરુદ્ધ 376 બી બળાત્કાર અને 377ની સૃષ્ટી વિરુદ્ધના કૃત્યની કલમ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. 10 વર્ષ સુધીની ફરીયાદ આ મામલે થઈ શકે છે. થોડીવારમાં કોર્ટ સજા સંભળાવશે.
સુરત રેપ કેસમાં કોર્ટે સંત આસારામને સામે સજાની સુનાવણી થશે ત્યારે ગાંધીનગર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ સજા સંભળાવશે. ગાંધીનગર કોર્ટે 2001ના રેપ કેસમાં આસારામ બાપુને દોષિત ઠેરવ્યા છે. લાંબી સુનાવણી બાદ કોર્ટે ગઈકાલે દોષિત ઠેરવ્યા હાદ આજ સજા સંભળાવશે. ગાંધીનગર એડિશન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ગઈકાલે સુનાવણી દરમિયાન આસારામને વર્ચ્યુઅલ રીતે રજૂ કરવામાં આવ્યા હતા.
10 વર્ષ જૂના કેસની સુનાવણી લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહી હતી. કોર્ટે આ કેસમાં કુલ 68 લોકોના નિવેદન નોંધ્યા છે. આ કેસમાં કુલ સાત લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી જેમાં 6 નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.