જો કોંગ્રેસ અને AAP વચ્ચે ગુજરાતમાં ગઠબંધન થાય અને બંને પક્ષો સાથે મળીને ભાજપ સામે લડે તો શું તેઓ ભાજપને ક્લીન સ્વીપ કરતા રોકી શકશે? જો કે, ભાજપનો ગુજરાતમાં દબદબો છે.
આ દબદબા અને જીતને રથને રોકવા હવે બન્ને પાર્ટી આગળ આવી છે, સીટો પર ભાજપને મુશ્કેલી ચોક્કસથી પડી શકે છે. કોંગ્રેસ અને AAP બેઠક જીતશે એ કહેવું ઘણું મુશ્કેલ છે. જો કે, કેજરીવાલની પાર્ટીએ ગુજરાતમાં જે રીતે ગઠબંધનની જાહેરાત કરી છે તે ચોક્કસપણે ભાજપને થોડી મુશ્કેલીમાં અને ચિંતામાં મુકી શકે છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં 2024ની લોકસભા ચૂંટણી કોંગ્રેસ સાથે મળીને લડવાની જાહેરાત કરી છે. આને કેજરીવાલની ખાસ રણનીતિનો ભાગ માનવામાં આવી રહ્યો છે.
12:31 08-08-2023લોકસભામાં કોંગ્રેસ આ ફાયદો મેળવીને ભાજપને નુકસાન પહોંચાડી શકે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડશે. કોંગ્રેસે તેની પ્રથમ પ્રતિક્રિયામાં ઈન્ડિયા એલાયન્સનો પણ ઉલ્લેખ કર્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા પાછળ આમ આદમી પાર્ટીની ખાસ રણનીતિ છે.
આગામી વર્ષે એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિરોધ પક્ષોના ગઠબંધન એવા I.N.D.I.A. એલાયન્સની ત્રીજી બેઠક આ મહિનાના અંતમાં મુંબઈમાં યોજાવાની છે, પરંતુ આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ગુજરાતમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
બીજી તરફ ઇસુદાન ગઢવીની જાહેરાતથી કોંગ્રેસના નેતાઓ પણ થોડા અચંબામાં પડી ગયા હતા, જોકે થોડા સમય પછી દિલ્હીથી શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા આવી હતી. જો કે, કોંગ્રેસ અને આપના સામૂહીક એનાઉન્સ પહેલા જ કેજરીવાલે ગઈકાલે જ આ એનાઉન્સમેન્ટ કરી દીધું હતું. હવે સવાલ એ થાય છે કે AAPએ આટલી ઉતાવળ શા માટે કરી.