માર્ચ આસપાસના સમયગાળામાં આ ફ્લાઈટ શરુ કરવામાં આવશે. ફ્લાઈટ શરૂ થવાથી શિરડી સુધી પહોંચવા માટે વૈકલ્પિક માર્ગો કે રોડ-વે શોધવાથી મુક્તિ મળશે
નવા રૂટ પર ફ્લાઇટ્સ શરૂ થશે
આ ફ્લાઈટ માટે અત્યારથી જ બુકિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. માર્ચથી શરૂ થતા ઉનાળાના શિડ્યુલમાં અમદાવાદથી નાસિકનીવચ્ચે આ સુવિધા માટે એરલાઈન્સ સિસ્ટમ પર બુકિંગ લોકો કરાવી શકે છે. એરલાઇન કંપનીઓ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને નવા રૂટ પર ફ્લાઇટ્સ શરૂ કરી રહી છે. અગાઉ ટૂંકા ગાળા માટે સંચાલન કર્યા પછી કેટલીક ફ્લાઇટ્સ બંધ કરવાની ફરજ પડી હતી. હવે અમદાવાદથી નાસિક ફ્લાઈટ શરુ થતા લોકોને રાહત મળશે.
આ રહેશે સિડ્યુઅલ
– ફ્લાઈટનો ટેકઓફ ટાઈમ નાસિકથી બપોરે 3.45 વાગ્યેનો રહેશે સાંજે 5.25 વાગ્યે ફ્લાઈટ અમદાવાદ પહોંચશે.
– અમદાવાદ જનાર મુસાફરો માટે સાંજે 5.50 વાગ્યે ફ્લાઇટ 7.15 વાગ્યે નાસિક પહોંચશે.
3000 વન વેનું ભાડું રહેશે
ઇન્ડિગોએ અમદાવાદથી નાસિક સુધીની ફ્લાઇટ લગભગ રૂ. 3000ના વન વે ભાડા સાથે શરૂ કરી છે. આ એરક્રાફ્ટ 73 સીટરનું રહેશે. જે માટે અત્યારથી જ બુકિંગ શરુ થઈ ગયા છે.