વિદ્યાર્થિનીઓ પોતાનું આત્મરક્ષણ કરી શકે તે હેતુથી તેમને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે.
વિદ્યાર્થિનીઓ આત્મરક્ષણ કરી શકે તે હેતુ
જણાવી દઈએ કે વડોદરા શહેર પોલીસ કમિશનરની કચેરી દ્વારા શહેરની તમામ શાળાઓમાં વિદ્યાર્થિનીઓ માટે સેલ્ફ ડિફેન્સની તાલીમનું સુપરવિઝન અને સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ યોજના હેઠળ શાળાઓને સહકાર આપવા ડીઇઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. શહેરની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્મિક સ્કૂલોને સેલ્ફ ડિફેન્સની તાલીમનો આદેશ લાગૂ પડશે. વિદ્યાર્થિનીઓ પોતાનું આત્મરક્ષણ કરી શકે તે હેતુથી તેમને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે.
માહિતી મુજબ શાળાઓમાં વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપતી વખતે ત્યાં મહિલા પોલીસ પણ હાજર રહેશે. તાલીમ લેનાર વિદ્યાર્થિનીઓનું એક રજિસ્ટર પણ તૈયાર કરવામાં આવશે. તાલીમ પૂર્ણ થયા બાદ શાળાના આચાર્યે પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે. આ પ્રમાણપત્રને પોલીસ કમિશનર કચેરીમાં જમા કરાવવાનું રહેશે. પોલીસ તંત્રની સૂચના પ્રમાણે જે તે વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરે પણ મુલાકાત લેવાની રહેશે.