અમેરિકામાં ગોળીબારનો સિલસિલો ચાલુ જ છે. ફરી એકવાર ગોળીબારના સમાચાર આવ્યા છે. અમેરિકાના ફિલાડેલ્ફિયાની એક સ્કૂલમાં ગોળીબારની ઘટનામાં સાત લોકો ઘાયલ થયા છે
તાજેતરમાં મિસિસિપીમાં પણ થયો ગોળીબાર
થોડા દિવસો પહેલા અમેરિકાના મિસિસિપીમાં ગોળીબારની ઘટના બની હતી. મિસિસિપીના ટેટ કાઉન્ટીના આર્કાબુટલા શહેરમાં વિવિધ સ્થળોએ છ લોકોને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અધિકારીઓએ આ હત્યાઓ માટે એક વ્યક્તિ પર આરોપ મૂક્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે હત્યાના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મિસિસિપી ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના પ્રવક્તા બેઈલી માર્ટિને ટેટ કાઉન્ટીના આર્કાબુટલામાં હત્યાની પુષ્ટિ કરી છે.
ટેક્સાસમાં પણ ગોળીબાર થયો
હાલમાં જ અમેરિકાના ટેક્સાસમાં ગોળીબારની ઘટના બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જેમાં 3 લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, ટેક્સાસના અલ પાસોમાં એક શોપિંગ મોલમાં ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે ગોળીબારના કારણે મોલમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસ પ્રવક્તા રોબર્ટ ગોમેઝે કહ્યું કે એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અહીં 3 ઓગસ્ટ 2019ના રોજ એક બંદૂકધારીએ 23 લોકોની હત્યા કરી હતી.