આપણો વોટ આપણો અધિકાર. કરીશું પોતાના મનનું ગયા દિવસો ચાલાકીના, આપશું વોટ યોગ્યને એ જ નિર્ણય ખાસ, ના કોઈ લાલચ કે ના ચાલશે જોર, અમે તો જાગ્યા આજરોજ.
કરો જો મતદાન તો રહે જીવનભર આધાર હાલમાં ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે. ઠેર ઠેર રેલીઓ નીકળતી જોવા મળે છે. અમને વોટ આપો જેવા નારાઓ પ્રચંડ જોરમાં ચાલી રહ્યા છે. ટી.વી ચાલુ કરો તો પણ તેના સમાચાર અને તે વિષયોની જ ચર્ચાઓ આ બધાની વચ્ચે મતદાન એ આપણો અધિકાર છે. તે પ્રમાણે આપણે સૌ કોઈ મત આપવા માટે સ્વતંત્ર છીએ. જેથી એવું મતદાન કરવું જે ભવિષ્યમાં જનતા માટે મદદરૂપ નિવડે ફોસલાવી, સારી સારી વાતો કરીને મત માંગવા ઘેર ઘેર ફરતા સભ્ય દારૂ તો પોતાની રીતે પોતાનો અને પોતાના પક્ષનો પ્રચાર કરી રહ્યા છે આવા માહોલમાં આપણા દેશ માટે આપણા રાજ્ય માટે કે જે તે શહેર માટે શું ઉચિત છે તે નક્કી કરવું આપણે જ રહ્યું. કોઈની બળજબરી નથી. દરેક ને અધિકાર છે કે તે ઉચિત નિર્ણય લઈને સારી સરકાર શોધી શકે રાજ કરતા રાજકારણીઓ ની બદલે કામ કરતા કામદારો જોઈએ. આપણો વોટ આપણો અધિકાર. કરીશું પોતાના મનનું ગયા દિવસો ચાલાકીના, આપશું વોટ યોગ્યને એ જ નિર્ણય ખાસ, ના કોઈ લાલચ કે ના ચાલશે જોર, અમે તો જાગ્યા આજરોજ.