સરખેજ-ગાંધીનગર હાઇવેને `૯૧૩ કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી અન્વયે ત્રણ સ્ટ્રકચર જેમાં છારોડી, ઉજાલા, ખોડીયાર આર.ઓ.બી.ની કામગીરીનો સમાવેશ થાય છે
આ ત્રણ જગ્યાના કામો છે પ્રગતિ હેઠળ
સરખેજ-ગાંધીનગર હાઇવેને `૯૧૩ કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી અન્વયે ત્રણ સ્ટ્રકચર જેમાં છારોડી, ઉજાલા, ખોડીયાર આર.ઓ.બી.ની કામગીરીનો સમાવેશ થાય છે જે પ્રગતિ હેઠળ છે. આ કામગીરી પૂર્ણ થયેથી ગાંધીનગર અને અમદાવાદને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંપૂર્ણપણે છ-માર્ગીય થશે.
૯૫૦ કરોડના ખર્ચે અમદાવાદથી પાલનપુર હાઈવે
અમદાવાદ–મહેસાણા–પાલનપુર રસ્તાને `૯૫૦ કરોડના ખર્ચે હાઈબ્રિડ એન્યુઈટી પદ્ધતિથી ફલાયઓવર સહિત છ-માર્ગીય કરવા માટે `૧૬૦ કરોડની જોગવાઈ.
રાજ્યના તમામ ગામો અને બીજા મહત્વના સ્થળોને ગ્રામ્ય રસ્તાઓ અને ધોરીમાર્ગોના સુઆયોજીત નેટવર્કથી જોડવામાં આવેલ છે. આગામી વર્ષોમાં આ માળખાકિય સુવિધાઓની કામગીરીને આગળ ધપાવવા અને સુદ્રઢ કરવા આયોજનો હાથ ધરેલ છે. આ રસ્તાઓના સુદ્રઢીકરણની કામગીરી સાથે ગુણવત્તામાં પણ વધારો કરવાનું અમારું લક્ષ્ય છે. જેમાં મેટ્રો સિટી અમદાવાદને જોડતા અને ટ્રાફીકનું ભારણ રહેતા વાહનોવાળા રોડ પર પણ કામગિરી તેજ કરવામાં આવી રહી છે.