બોટાદ જિલ્લામાં હારના કારણે પ્રમુખનું રાજીનામું લેવાયું, ભાવનગર જિલ્લા પ્રમુખ સામેની ફરિયાદો અને આંતરિક વિખવાદના કારણે રાજીનામું લેવામાં આવ્યું
ભાજપ દ્વારા બોટાદ, ભાવનગર, મહેસાણા જિલ્લાના હોદ્દેદારોના રાજીનામાં લેવાયા છે. આંતરિક વિખવાદ, ક્યાંક સીટના મળવાના કારણથી તો ક્યાંક અન્ય કારણથી રાજીનામાં લેવાયા હોવાની વિગતો સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે. 4 જિલ્લાની સિમિતિનું વિસર્જન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. ભાજપે ચૂંટણી સમયે પણ બાગી પૂર્વ ધારાસભ્યોને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો ત્યારે અત્યારે પણ ચૂંટણી પહેલા ભાજપ એક્શ મોડમાં જોવા મળી રહી છે.
આ કારણોથી રાજીનામાં લેવાયાનો ક્યાસ
– બોટાદ જિલ્લામાં હારના કારણે પ્રમુખનું રાજીનામું લેવાયું
– ભાવનગર જિલ્લા પ્રમુખ સામેની ફરિયાદો અને આંતરિક વિખવાદના કારણે રાજીનામું લેવામાં આવ્યું
– ભાવનગર શહેર પ્રમુખના પત્ની ધારાસભ્ય બનતા રાજીનામું લેવાયું
– મહેસાણાં જિલ્લામાં આંતરિક વિખવાદના કારણે રાજીનામાં
વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત બાદ પણ ભાજપની દરેક ગતિવિધીઓ પર નજર છે તેમાં પણ ખાસ કરીને પક્ષમાં હોદ્દેદારોની કામગિરી પર પણ નિરીક્ષણ સતત કરવામાં આવી રહ્યું છે. અગાઉ ભાજપ દ્વારા શિસ્ત સમિતીને કેટલીક ફરીયાદો પણ મળી હતી. ખાસ કરીને મહેસાણા જિલ્લામાં કેટલાક વિવાદો ચૂંટણી સમયે વિધાનસભા દરમિયાન સામે આવ્યા હતા. આ સિવાય અન્ય કેટલીક ફરીયાદો પણ મળી હતી. ત્યારે ભાજપ દ્વારા વિવિધ મામલે નિરીક્ષણ હંમેશા કરવામાં આવતું હોય છે.
ભાજપમાં શિસ્ત હંમેશા પક્ષમાં પહેલાથી જ જોવા મળી છે ત્યારે એક વ્યક્તિ એક હોદ્દો પરીવારમાં હોવાની પોલીસીને પણ અનુસરવામાં આવી રહી છે. જેથી આ અંતર્ગત પણ સામેથી કેટલાકના રાજીનામાં લેવામાં આવી રહ્યા છે.