હવામાન વિભાગના મતે, 1901થી અત્યાર સુધી ફેબ્રુઆરી 2023નું મહત્તમ (દિવસનું) તાપમાન સૌથી વધુ પહેલા ક્રમે રહ્યું, જ્યારે લઘુતમ (રાત્રિનું) તાપમાન પાંચમા ક્રમે છે.
આ વર્ષનો ફેબ્રુઆરી મહિનો વર્ષ 1877થી અત્યાર સુધીનો સૌથી ગરમ રહ્યો. હવે માર્ચમાં ગરમીનો નવો રેકોર્ડ નોંધાઇ શકે છે. ફેબ્રુઆરી 2023માં દેશમાં દિવસનું સરેરાશ તાપમાન 29.54 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય (27.8 ડિગ્રી) તાપમાનથી 1.74 ડિગ્રી વધુ છે. આ પહેલાં 2016માં ફેબ્રુઆરીમાં સરેરાશ તાપમાન 29.48 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના વિજ્ઞાની એસ.સી. ભાણે કહ્યું હતું કે ફેબ્રુઆરીમાં ઓછો વરસાદ, સ્વચ્છ આકાશ અને એન્ટિ સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા તાપમાનમાં વધારો નોંધાયો છે.
હવામાન વિભાગના મતે, 1901થી અત્યાર સુધી ફેબ્રુઆરી 2023નું મહત્તમ (દિવસનું) તાપમાન સૌથી વધુ પહેલા ક્રમે રહ્યું, જ્યારે લઘુતમ (રાત્રિનું) તાપમાન પાંચમા ક્રમે છે. હવામાન વિભાગના વિજ્ઞાની એસ. સી. ભાણે કહ્યું કે, ગયો માર્ચ ઇતિહાસમાં સૌથી ગરમ હતો, પરંતુ આ વર્ષે મધ્ય ભારત સિવાય દેશના અન્ય હિસ્સામાં હિટવેવ ગયા વર્ષની તુલનામાં ઓછો રહી શકે છે. માર્ચમાં કેટલીક ન્યૂટ્રલ સ્થિતિ રહી શકે છે કારણ કે, અનેક હવામાન સંબંધી મોડલ લા નીના સ્થિતિને નબળું પાડવાના સંકેત આપી રહ્યા છે અને એપ્રિલ-મેમાં અલ નીનો સ્થિતિ સર્જાઇ શકે છે. તેનાથી પારો વધુ રહેશે.