કોંગ્રેસ આ સમગ્ર મામલે સીબીઆઈ તપાસની પણ માંગ કરી રહ્યું છે.
આ સાથે તેમણે પીએસઆઈ ખોટી ભરતી મામલે વિરોધ કરતા વધુમાં કહ્યું કે, ગૃહ મંત્રી કે ડીજીપી ને કેમ આ વાતની જાણ સૌ પહેલા ના થઈ. આ સાથે આક્ષેપો લગાવતા વધુમાં કહ્યું કેસ આ મિલિભગના કારણે જ કૌભાંડ શક્ય બન્યું હોઈ શકે. આ સાથે તેમણે કહ્યું કે, કરાઈમાં આવી એક નહીં પરંતુ એનેક ઘટનાઓ હશે. કોંગ્રેસ આ સમગ્ર મામલે સીબીઆઈ તપાસની પણ માંગ કરી રહ્યું છે.
કરાઈ કૌભાંડ મામલે તેમણે ગૃહમંત્રીને રાજીનામાં આપવુ જોઈએ તેમ પણ કહ્યું હતું. આ સાથે ચુપચાપ તપાસ કરવાનું સરકારે નાટક કર્યું છે. મિલીભગત વિના આવું રેકેટ અશક્ય છે. તેમ કોંગ્રેસ નેતાએ આક્ષેપ લગાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ખોટી રીતે પીએસઆઈની ભરતી મામલે યુવરાજસિંહે આક્ષેપો લગાવ્યા છે ત્યારે આ મામલે ગૃહવિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસે પણ વિધાનસભા સત્ર બહાર આ પ્રકારે નિવેદનો આપી વિરોધ કર્યો હતો.