લોકસભાની તૈયારીઓ-મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો કાર્યકર્તા સંપર્ક અને સંવાદ કાર્યક્રમ 19મીથી શરુ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો કાર્યકર્તા સંપર્ક અને સંવાદ કાર્યક્રમ 19મી એપ્રિલથી શરુ થી રહ્યો છે. લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ અત્યારથી જ થઈ રહી છે ત્યારે તેને ધ્યાનમાં રાખીન સીએમને એક પછી એક જિલ્લા સ્તરના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. તારીખ 19 થી 22 એપ્રિલ ૨૦૨૩ના રોજ ” કાર્યકર્તા સંપર્ક અને સંવાદ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે જેની વિગત નીચે પ્રમાણે છે.
“કાર્યકર્તા સંપર્ક અને સંવાદ” કાર્યક્રમ અંતર્ગત કાર્યકર્તા બેઠક તેમજ જનપ્રતિનિધિ બેઠક – આણંદ 20 એપ્રિલ ભરુચ ખાતે કાર્યક્રમ રહેશે 21 એપ્રિલના રોજ મોરબી ખાતે કાર્યક્રમ રહેશે તો 22 એપ્રિલના રોજ રાજકોટ સાથે તેમનો સંપર્ક કાર્યક્રમ રહેશે.
CM ભૂપેન્દ્ર પટેલનો આગામી 3થી 4 મહિના સુધી આ પ્રકારનો કાર્યક્રમ વિવિધ જિલ્લામાં થશે. સીએમની સાથે સીઆર પાટીલનો પણ વન ડે વન ડીસ્ટ્રીક્ટ કાર્યક્રમ દરેક જિલ્લામાં યોજવામાં આવશે. સીઆર પાટીલના સંગઠન લેવલના કાર્યક્રમો લોકસભાની ચૂંટણી પહેલા યોજવામાં આવશે. આ સાથે મુખ્યમંત્રીના કાર્યક્રમોની પણ શરુઆત કરવામાં આવી છે ત્યારે લોકસભા પહેલા તમામ જિલ્લાઓમાં કાર્યક્રમો યોજવામાં આવશે.