ગાંધીનગરઃ ગુજરાતના પોલીસ વિભાગમાંથી મળતી માહિતી મુજબ આઇપીએસ આશિષ ભાટિયા નિવૃત થતાં IPS વિકાસ સહાયને ગુજરાતનાં ઇન્ચાર્જ DGP બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે આશિષ ભાટિયાની નિવૃત્તિ થયા બાદ IPS વિકાસ સહાયની કાયમી ધોરણે ગુજરાત રાજ્ય પોલિસ વડા DGP પદે નિમણુક થયેલ છે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે આશિષ ભાટિયા નિવૃત થતાં તેમના સ્થાને વિકાસ સહાયને નવા ઈન્ચાર્જ પોલીસ વડાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. વિકાસ સહાય 1989 બેચના IPS છે.
ન્યૂઝ બ્યુરો: ગુજરાત પહેરેદાર