તલના ભાવ એટલા મળ્યા કે ખેડૂતો ખુશખુશાલ, સફેદ તલની ખેતીમાં ખેડૂતે મેળવી સારી આવક
ખેડૂતે ડિસેમ્બર મહિનામાં સફેદ તલની વાવણી કરી હતી. તેનું ચાર મહિના બાદ તેનું ઉત્પાદન મળશે. ખેડૂતે 2 એકર જમીનમાં આઠ કિલો બિયારણ નાખ્યુ છે. બિયારણના ભાવની વાત કરીએ તો એક કિલો બિયારણનો ભાવ 550થી વધુ રૂપિયા છે.
જિલ્લાના નેત્રંગ તાલુકાના ચીખલી ગામમાં ચૌધરી ફળિયામાં રહેતા ખેડૂત નરેશભાઈ રમેશભાઈ ચૌધરીએ અભ્યાસમાં ધોરણ 10 પાસ કર્યું છે. ખેડૂત છેલ્લા 8 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂત હાલ સફેદ તલ, તુવેર, સોયાબીન, ગુવારસિંગની ખેતી કરી રહ્યા છે. ખેડૂતે 2 એકર જમીનમાં સફેદ તલની ખેતી કરી છે.
ખેડૂતે ડિસેમ્બર મહિનામાં સફેદ તલની વાવણી કરી હતી, વાવણી કર્યાના ચાર મહિના બાદ તેનું ઉત્પાદન મળશે. ખેડૂતે 2 એકર જમીનમાં 8 કિલો બિયારણ નાખ્યુ છે. બિયારણના ભાવની વાત કરીએ તો એક કિલો બિયારણનો ભાવ 550થી વધુ રૂપિયા છે.
ખેડૂત સફેદ તલની ખેતીમાં ચાર પ્રકારનું પાણી નાખે છે. ખેડૂત તેમાં દવા, લિક્વિડ સહિતનો વપરાશ પણ કરે છે. તો બીજી ખેડૂત તેમાં બે વખત ખાતર પાણી નાખે છે. તલની ખેતીમાં મજૂરી ખર્ચ પણ થાય છે. ખેડૂતને સફેદ તલની ખેતીમાં એક ટન એટલે કે 1000 કિલો ઉત્પાદન મળવાની આશા છે.
સફેદ તલના માર્કેટ ભાવની વાત કરીએ તો તેનો માર્કેટમાં 8થી 9 હજાર રૂપિયા ભાવ મળે છે. તો આ વર્ષે તલનો માર્કેટ ભાવ સારો મળી રહ્યો છે. ખેડૂતો સફેદ તલનું નેત્રંગ ઝંખવાવ માર્કેટમાં વેચાણ કરે છે.
સફેદ તલમાં અનેક પોષક તત્વો રહેલા હોય છે. સફેદ તલનું સેવન બદામ સાથે કરવામાં આવે તો સાંધાના દુખાવામાં રાહત મળે છે. સફેદ તલથી દાંત પણ મજબૂત થાય છે. સફેદ તલનું સેવન કરવાથી હાડકા મજબૂત બને છે. રાત્રે સૂતા પહેલા સફેદ તલને ખાવાથી દ્રષ્ટિ પણ સારી થાય છે.