મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટથી હરાવ્યું છે. આ રીતે મુંબઈ ઈન્ડિયન્સે સિઝનની પ્રથમ જીત નોંધાવી હતી. તેદિલ્હી કેપિટલ્સ સિઝનની તેમની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કેપ્ટન રોહિત શર્માએ 45 બોલમાં સૌથી વધુ 65 રનની ઈનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 173 રનનો ટાર્ગેટ હતો. રોહિત શર્માની ટીમે છેલ્લા બોલ પર મેચ જીતી લીધી હતી. આ જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં આઠમા નંબર પર છે. જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમ સૌથી નીચે એટલે કે 10માં નંબર પર છે.
મુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ પોઈન્ટ ટેબલમાં કેટલો ફેરફાર થયો?
અત્યારે પોઈન્ટ ટેબલની વાત કરીએ તો લખનૌ સુપર જાયન્ટ્સ નંબર વન પર છે. કેએલ રાહુલની ટીમ અત્યાર સુધી 4 મેચ રમી છે, જેમાં 3માં જીત મેળવી છે. આ સિવાય રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા નંબર પર છે. આ યાદીમાં છઠ્ઠા નંબર પર શિખર ધવનના નેતૃત્વમાં પંજાબ કિંગ્સ છે. જોકે, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, ગુજરાત ટાઈટન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ પાસે 4-4 પોઈન્ટ છે.
મુંબઈ ઈન્ડિયન્સને 173 રનનો ટાર્ગેટ મળ્યો હતો
બીજી તરફ આ મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સ 19.4 ઓવરમાં 173 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી અક્ષર પટેલે સૌથી વધુ રન બનાવ્યા હતા. આ ઓલરાઉન્ડરે 25 બોલમાં 55 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. જ્યારે કેપ્ટન ડેવિડ વોર્નરે 46 બોલમાં 51 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય મનીષ પાંડેએ 18 બોલમાં 26 રન બનાવ્યા હતા. જ્યારે પૃથ્વી શૉએ 10 બોલમાં 15 રનનું યોગદાન આપ્યું હતું. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.