ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023: છેલ્લી લીગ મેચ બાદ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને બેન સ્ટોક્સના રૂપમાં મોટો ફટકો પડશે. CSK માટે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે દિલ્હી કેપિટલ્સ સામેની છેલ્લી લીગ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઈંગ્લેન્ડ અને આયરલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ અને એશિઝ શ્રેણીની તૈયારી માટે બેન સ્ટોક્સને સ્વદેશ પરત ફરવું પડશે.
બેન સ્ટોક્સ આ સીઝનમાં માત્ર 2 મેચ રમ્યો છે. ESPN ક્રિકઇન્ફોના રિપોર્ટ અનુસાર, 20 મેના રોજ CSK અને દિલ્હી વચ્ચેની મેચ બાદ બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડ જવા રવાના થશે. જો ચેન્નઈ પ્લેઓફમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરે છે, તો ટીમ પાસે પસંદગી માટે બેન સ્ટોક્સ ઉપલબ્ધ રહેશે નહીં.
આઈપીએલમાં રમવા આવતા પહેલા જ બેન સ્ટોક્સે એશિઝની તૈયારીને લઈને આઈપીએલમાંથી વહેલા પરત ફરવાનું નિવેદન આપ્યું હતું. ઈંગ્લેન્ડને 1 જૂનથી આયરલેન્ડ સામે એકમાત્ર ટેસ્ટ મેચ રમવાની છે. આ મેચને ઈંગ્લેન્ડની એશિઝ પહેલા તૈયારીઓના દૃષ્ટિકોણથી પણ જોવામાં આવી રહી છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ ટૂંક સમયમાં આ બંને શ્રેણી માટે ટીમની જાહેરાત કરી શકે છે.
બેન સ્ટોક્સને CSKએ 16.25 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો
ચેન્નઈએ આ સીઝન માટે આઈપીએલની હરાજી દરમિયાન બેન સ્ટોક્સને 16.25 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. સ્ટોક્સને જે બે મેચમાં રમવાની તક મળી તેમાં તેણે 7 અને 8 રન બનાવ્યા. આ સિવાય તેણે એકમાત્ર ઓવરમાં 18 રન આપ્યા હતા.
IPL 2023: પ્લે ઓફની રેસ બની વધુ રોમાંચક, ત્રણ ટીમો બહાર, આ ટીમો છે રેસમાં
IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 16માં પ્લેઓફની રેસ ખૂબ જ રોમાંચક બની ગઈ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ બાદ પ્લેઓફની સ્થિતિ થોડી વધુ સ્પષ્ટ થઇ ગઇ છે. હૈદરાબાદ સામે જીત નોંધાવીને ગુજરાત પ્લેઓફમાં જગ્યા બનાવનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ સાથે જ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે. મુંબઈ ઈન્ડિયન્સ, CSK અને RCB માટે પ્લેઓફમાં પહોંચવાની શક્યતા વધી ગઈ છે.