મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2023ની 16મી મેચમાં દિલ્હી કેપિટલ્સને 6 વિકેટથી હરાવ્યું. આ સિઝનમાં અત્યાર સુધી ઘણી મેચો ઘણી રોમાંચક બની છે. આ મેચોની યાદીમાં દિલ્હી-મુંબઈ મેચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મુંબઈને જીતવા માટે છેલ્લી ઓવરમાં 5 રનની જરૂર હતી અને મેચ છેલ્લા બોલ સુધી ખેંચાઈ ગઈ. રોહિત શર્મા અને તિલક વર્માની ઇનિંગ્સની સાથે સાથે ટિમ ડેવિડ અને કેરોમન ગ્રીનનું પ્રદર્શન પણ મુંબઈ માટે મહત્ત્વનું હતું.
પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ મુંબઈ સામે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં મુંબઈએ 19 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. ટીમ માટે 20મી ઓવરમાં ટિમ ડેવિડ અને કેમરન ગ્રીન બેટિંગ કરી રહ્યા હતા. દિલ્હીએ છેલ્લી ઓવર નોરખિયાને આપી હતી. આ ઓવરના પહેલા બોલ પર ગ્રીને સિંગલ લીધો અને ડેવિડને સ્ટ્રાઇક આપી. નોરખિયાના બીજા બોલ પર ડેવિડ આઉટ થવાથી બચી ગયો હતો. મુકેશ કુમારે કેચ છોડ્યો. ત્રીજો બોલ ફરી ડોટ હતો. ટિમે ચોથા બોલ પર સિંગલ લીધો અને ગ્રીનને સ્ટ્રાઇક આપી. ગ્રીને પાંચમા બોલ પર સિંગલ લીધો અને ડેવિડને સ્ટ્રાઇક આપી. આ પછી છેલ્લા બોલ પર ડેવિડે 2 રન લઈને મુંબઈને જીત અપાવી હતી.
મુંબઈની જીતમાં બેટ્સમેનોની સાથે બોલરોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. પીયૂષ ચાવલાએ ટીમ માટે ખતરનાક બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 22 રન આપીને 3 વિકેટ લીધી હતી. પિયુષે મનીષ પાંડે, રોવમેન પોવેલ અને લલિત યાદવને શિકાર બનાવ્યા. જેસન બેહરનડોર્ફે 3 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેણે ડેવિડ વોર્નર, અક્ષર પટેલ અને અભિષેક પોરેલનો શિકાર કર્યો હતો.
આ સિઝનમાં મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી. તેને સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી મુંબઈએ દિલ્હીને હરાવીને પોતાની હારનો સિલસિલો તોડી નાખ્યો હતો. દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા 172 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. મુંબઈ તરફથી ઈશાન કિશને 26 બોલમાં 31 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 29 બોલમાં 41 રન બનાવ્યા હતા. અંતે ટિમ ડેવિડ 13 રન અને કેમેરોન ગ્રીન 17 રન બનાવીને અણનમ રહ્યા હતા.