યુવરાજસિંહના સમર્થનમાં ડેડીયાપાડા ધારાસભ્યએ આવેદનપત્ર આપ્યું ડેડીયાપાડા ધારાસભ્ય ચેત ભાઈ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટર નર્મદાને આવેદનપત્ર નર્મદા જિલ્લા આપવામાં આવ્યું. કલેકટર ઓફિસ ખાતે ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજનભાઇ વસાવા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને જિલ્લાના જવાબદાર પદાધિકારીઓ ભાઈઓ બહેનો અને યુવા કાર્યકરો દ્વારા રેલી યોજી આવેદન આપવામાં આવ્યું. નર્મદા આમ આદમી પ્રમુખ નિરંજન ભાઈ એ જણાવ્યુ હતું કે પેપર લીકકાંડ, ડમી ભરતીકાંડ, ડમી પ્રમાણપત્રો, જેવાં કૌભાંડો પુરાવાઓ સહિત બહાર પાડનાર તથા તમામ યુવાઓ માટે હર હંમેશ અવાજ ઉઠાવનાર યુવા નેતા યુવરાજસિંહ જાડેજા ને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવાને બદલે તેમના ઉપર ખોટા કેસો કરીને ફસાવવામાં આવી રહ્યાં છે. અને જેમની ધરપકડ કરવામાં આવી છે, તેમના પર નો કેસ તાત્કાલિક પાછો ખેંચવામાં આવે તે માટે તેમના સમર્થનમાં આજરોજ આવેદન આપ્યું છે. ગુજરાતનાં મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટર નર્મદાને આવેદનપત્ર આપવામાં આવ્યું.યુવાઓ માટે હર હંમેશ અવાજ ઉઠાવનાર યુવા નેતા યુવરાજસિંહ જાડેજા ને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવાને બદલે તેમના ઉપર ખોટા કેસો કરીને ફસાવવામાં આવી રહ્યાં છે. અને જેમની ધરપકડ કરવામાં આવી છે, તેમના પર નો કેસ તાત્કાલિક પાછો ખેંચવામાં આવે તે માટે તેમના સમર્થનમાં આજરોજ આવેદન આપ્યું છે. ગુજરાતનાં મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટર નર્મદાને આવેદનપત્ર આપવામાં આવ્યું.