કર્ણાટકની ચૂંટણી શબ્દોના યુદ્ધને કારણે દિવસેને દિવસે રસપ્રદ અને વિવાદાસ્પદ બની રહી છે. હવે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપી દીધું છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે તેમણે પ્રિયંકા ગાંધીને રસ્તા પર નમાજ અદા કરતા જોયા છે. ભાજપ સાંસદ ઈરાનીએ કહ્યું કે કોંગ્રેસે હનુમાન મંદિરના ખોટા દાવા ન કરે. કારણ કે નમાઝ અદા કરનાર ક્યારેય મૂર્તિ પૂજા નથી કરતા. સ્મૃતિએ કહ્યું કે મેં પ્રિયંકાને અમેઠીમાં નમાજ અદા કરતી વખતે જોઈ હતી.
બજરંગ બલીએ કર્ણાટક ચૂંટણીમાં હોબાળો મચાવાઈ રાખ્યો છે, આ દરમિયાન વધુ એક સૌથી મોટો અને નવો વિવાદ ઉભો થયો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પર મોટો દાવો કર્યો છે. સ્મૃતિ ઈરાનીએ દાવો કર્યો છે કે તેમણે પ્રિયંકા ગાંધીને અમેઠીમાં નમાજ અદા કરતા જોયા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જે લોકો ઇસ્લામમાં વિશ્વાસ કરે છે, નમાઝ પઢે છે, મૂર્તિ પૂજા નથી કરતા, કદાચ તેથી જ કોંગ્રેસના ટોચના નેતૃત્વએ રામ મંદિરનું નિર્માણ ન થવા દીધું.
‘આતંકવાદી જૂથની તુલના બજરંગ દળ સાથે કરે છે કોંગ્રેસ’
સ્મૃતિએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ હિન્દુઓને નફરત કરે છે. તે હંમેશા આતંકવાદી જૂથની તુલના બજરંગ દળ સાથે કરે છે. તેમણે કહ્યું, કોંગ્રેસે હંમેશા જનતાને લૂંટવાનું કામ કર્યું, ગાંધી પરિવારે દેશને અગસ્તા વેસ્ટલેન્ડની ગોળી આપી.
‘પ્રિયંકાએ નમાજ બાદ કર્યા મહાકાલેશ્વર મંદિરના દર્શન’
તમને જણાવી દઈએ કે આ પહેલા 2019માં સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે કોંગ્રેસ મહાસચિવે અમેઠીમાં વોટ માટે નમાજ અદા કરી હતી અને ત્યારબાદ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પ્રખ્યાત મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કર્યા હતા. પ્રિયંકા ગાંધીનું નામ લીધા વિના, સ્મૃતિ ઈરાનીએ એક જાહેર સભામાં કહ્યું હતું કે, “કોંગ્રેસ એટલી ગભરાઈ ગઈ છે કે તેના મહાસચિવ વોટ માટે ત્યાં (અમેઠી) નમાજ અદા કર્યા પછી, હવે મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં મહાકાલ મંદિરના દર્શન કર્યા.”