આ સાથે પોતાની વાત રજૂ કરતા વધુમાં કહ્યું હતું કે, શાંતિના યજ્ઞમાં મારા પદની આહુતી આપું છું. તેમ તેમણે ભારે હૈયે આ વાત કહી હતી.
જીબી સોલંકીએ રાજીનામું આપતા કહ્યું હતું કે, છેલ્લા કેટલાક ડેરીનું વાતાવરણ ડહોળવામાં આવી રહ્યું છે. કોઈનું દબાણ નથી તેમ તેમણે કહ્યું હતું. મીડિયા સમક્ષ પૂછાયેલા જવાબમાં તેમણે તેમ પણ કહ્યું હતું કે, ભાજપનું પણ દબાણ નથી. આ સાથે પોતાની વાત રજૂ કરતા વધુમાં કહ્યું હતું કે, શાંતિના યજ્ઞમાં મારા પદની આહુતી આપું છું. તેમ તેમણે ભારે હૈયે આ વાત કહી હતી.
વડોદરા ડેરીના સત્તાધીશો સામે ભાજપ અને અપક્ષના ધારાસભ્યએ મોટા આક્ષેપ લગાવ્યા હતા. કેતન ઇનામદાર, અક્ષય પટેલ અને ધર્મેન્દ્ર સિંહ વાઘેલાએ ત્રણ અલગ-અલગ બેઠકો યોજી હતી. આ ઉપરાંત ધરણા પર બેસવાની પણ ચિમકી આપવામાં આવી હતી. આખરે તેમણે મોટા વિવાદ બાદ આ રાજીનામું આપી દીધું છે. ઘણા સમયથી ભાજપના જ બરોડાના ધારાસભ્યો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે ડેરી પદેથી રાજીનામાંની શરુઆત થઈ ચૂકી છે.
અગાઉ મળેલી વિગતો અનુસાર ધારાસભ્યોએ ડેરીના ભ્રષ્ટાચાર મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલ, સહકારી મંત્રી જગદીશ વિશ્વકર્મા અને સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હોવાની ચર્ચા પણ હતી. જેથી બરોડા ડેરી પર પણ મોટો દબાવ હતો. આ મામલે વધુ એક બેઠક મળે તેવી શક્યતા હતી ત્યારે એ પહેલા આ રાજીનામું સામે આવ્યું છે.