વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ એવા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાય તેવું આયોજન કરવામાં આવી શકે છે. એટલું જ નહીં ભારત અને પાકિસ્તાનની મેચ પણ વર્લ્ડ કપ દરમિયાન અમદાવાદના સ્ટેડીયમમાં રમાય તેવી શક્યતાઓ છે.
આ બન્ને મેચ દરમિયાન મોટી સંખ્યામાં પ્રેક્ષકો મેચ જોવા માટે આવશે ત્યારે આ ક્રિકેટ સ્ટેડીયમની કેપેસિટી સૌથી વધુ છે. 1.30 લાખ જેટલી કેપેસિટીના આ મેદાનમાં આ કારણથી આ આયોજન શક્ય બનશે.
ક્રિકેટ વર્લ્ડ કપની તારીખો જાહેર થઈ છે. 5 ઓક્ટોબરથી આ મેચો શરૂ થશે જ્યારે 19 નવેમ્બરે અમદાવાદમાં ફાઈનલ મેચ રમાઈ શકે છે. ભારત પ્રથમ વખત સમગ્ર વિશ્વ કપની યજમાની કરી રહ્યું છે.
આ વખતે વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લેશે. 12 શહેરોમાં મેચો થઈ રહી છે જેમાં અમદાવાદનું વિશ્વનું સૌથી મોટું સ્ટેડીયમ કે જ્યાં ઘણી મેચોના આયોજનો કરવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટ 46 દિવસ ચાલશે અને ત્રણ નોકઆઉટ સહિત 48 મેચો રમાશે. ભારતીય ટીમ મિશન વર્લ્ડ કપ પર ફોકસ કરી રહી છે. ત્યારે આ વખતે આયોજન પણ ક્રિકેટની ફાઈનલ મેચનું અમદાવાદમાં યોજાઈ શકે છે.
આ મેચો દરમિયાન ક્રિકેટ સ્ટેડીયમ હાઉસફૂલ જોવા મળશે. દર ચાર વર્ષે યોજાનારી આ મેગા ટુર્નામેન્ટની તૈયારીઓ આગામી સમયમાં શરુ થઈ શકે છે. જેથી અમદાવાદ શહેરે આ વર્લ્ડ કપની ફાઈનલ મેચનું સાક્ષી બનશે.