હઝરત પીર મહંમદશાબાપુ વાડીવાળાનો ચાર દિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાયો સંદલના ઝુલુસનું ઠેરઠેર સ્વાગત કરાયુ ઃ હિન્દુ મુસ્લીમ એક્તાના દર્શન થયા ભાવનગર શહેરના ચાવડી ગેઇટ પાવર હાઉસની બાજુમાં આવેલા હઝરત રોશન ઝમીર મહંમદશાબાપુ વાડીવાળાનો ચાર દિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાયો હતો. આ ઉર્ષ પ્રસંગે દરગાહ શરીફમાં મીલાદ શરીરૂ, નાત શરીફ, ન્યાઝ શરીફ, તેમજ દરગાહ શરીફ માંથી સંદલ શરીફનું ઝુલુસ નીકળ્યુ હતુ. જે ભાવનગર શહેરના રાજમાર્ગો ઉપર કર્યુ હતુ. ઝુલુસનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઝુલુસ બાદ દરગાહ શરીમાં સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ, સામુહીક દુવાઓ, કરવામાં આવી હતી. જેમાં મસ્જીદના પેશઇમામ હઝરત સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ વાધાણી, પૂર્વનગર સેવક કાળુભાઇ બેલીમ, નગરસેવક કાન્તીભાઇ ગોહિલ, નગરસેવક લક્ષમણભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ગોહિલ, એડવો- મૌલાના નૌશાદઆલામ સાહેબેકેટ સાજીદ ભાઈ કાઝી, અનવરખાન દુધાઓ કરી હતી. આ ઉર્ષ પ્રસંગે પઠાણ, રજાકભાઇ કુરેશી, મેમણ મહંમદશાબાપુ વાડીવાળા દરગાહ જમાતના સેક્રેટરી હનીફભાઈ શરીફના ટ્રસ્ટી મહંમદખાન રાયતા, પત્રકાર જાહિદ ભાઈ બરકત્તખાન પઠાણ, કસ્બા અંજુમને ખોલીયા, સહિતના હિન્દુ મુસ્લીમ ઇસ્લામના પ્રમુખ હાજી મહેબુબભાઇ સમાજના આગેવાનો મહાનુભાવો શેખ (ટીણાભાઇ), શહેર કોંગ્રેસ અને મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ લોકો ઉપસ્થિત રહયા હતા. આ ઉર્ષ શરીફના કાર્યક્રમને સફળ બનાવવા દરગાહ શરીફના ખાદીમ આસીફભાઇ પઠાણ, સલીમભાઈ સુમરા, અયુબભાઇ સૈયદ, સહિત ઉર્ષ કમીટીના આગેવાનો કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી. આ ઉર્ષ પ્રસંગે મોટી સંખયામાં હિન્દુ મુસ્લીમ શ્રધ્ધાળુ લોકો ઉપસ્થિત રહેતા કોમી એક્તા અને ભાઇચારાના પણ દર્શન થયા હતા.