આ વખતે એએમસી દ્વારાટ મચ્છરજન્ય રોગચાળા પર કાબુ મેળવવા માટે અને મચ્છરોને મારવા માટે એજન્સીઓને 4.70 કરોડ ચૂકવશે. જો કે, 6 વર્ષમાં 23 કરોડનો ખર્ચ થયો છે. મચ્છરોના નિયંત્રણ પાછળ બહું મોટો ખર્ચ થવા છતાં પણ મચ્છરજન્ય રોગચાળો ચોમાસા સહિતીની સિઝનમાં બેકાબુ પણ જોવા મળતો હોય છે.
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો કાબુમાં મેળવવા માટે કોર્પોરેશન દ્વારા કરોડો રુપિયાનો ખર્ચ થતો હોય છે. તે છતાં પણ મચ્છરજન્ય રોગચાળાના કેસો અમદાવાદમાં જોવા મળતા હોય છે. કોર્પોરેશનના હેલ્થ ખાતાના મેલેરિયા વિભાગ દ્વારા મચ્છર મારવાની ઝુંબેશ પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ વર્ષે માર્ચ મહિનામાં ડેન્ગ્યુના 69 કેસ અને મેલેરિયાના 20 કેસ નોંધાયા હતા. ત્યારે આ કેસોમાં વધારો પણ થઈ રહ્યો છે. તેવી જ રીતે વર્ષ વાર અગાઉ પણ કેસો બેકાબુ રોગચાળાને લઈને સામે આવ્યા હતા. આ ઉપરાંત અગાઉના વર્ષોમાં પણ કેસોની સંખ્યા સામે આવી હતી.
વર્ષ પ્રમાણે સૌછી વધુ ખર્ચ ગત વર્ષે થયો હતો
2017-18 – 2.72 કરોડ
2018-19 – 3.01 કરોડ
2019-20 – 3.01 કરોડ
2020-21 – 4.15 કરોડ
2022-23 – 4.86 કરોડ
2023-24 – 4.70 કરોડ
ફોગિંગ, મેનપાવર, આઉટસોર્સિંગ સહીત માટો ખર્ચ
અમદાવાદના મલેરીયા વિભાગ દ્વારા ફોગિંગ સહીતનો ખર્ચ કરવામાં આવતા હોય છે. શહેરમાં વિવિધ વોર્ડમાં જઈને કામગિરી કરવામાં આવતી હોય છે. મચ્છરોના પોરાને દૂર કરવા માટેની કવાયત પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે. ફોગિંગ સિવાય મેનપાવર આઉટસોર્સિંગ માટે મોટો ખર્ચ થતો હોય છે.
છેલ્લા બે વર્ષમા મચ્છરજન્ય કેસો મળ્યા હતા જોવા
2021માં અમદાવાદમાં ડેન્ગ્યુના 3104 અને ચિકનગુનિયાના 1754 કેસ નોંધાયા હતા. મેલેરિયાના 987 અને ઝેરી મેલેરિયાના 138 કેસ નોંધાયા હતા. 2022માં ડેન્ગ્યુના 2538 અને મેલેરિયાના 1281 કેસ નોંધાયા હતા. ચિકનગુનિયાના 278 કેસ અને વાયરલ મેલેરિયાના 182 કેસ નોંધાયા હતા.