July 23, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારતની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો 30 સ્ટેમ્બર સુધી રાજ્યમાં યોજાશે
બ્રેકિંગ ન્યુઝ

સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારતની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો 30 સ્ટેમ્બર સુધી રાજ્યમાં યોજાશે

by gujarat paheredarSeptember 4, 20230
શેર 1

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુપોષણ મુક્ત ભારતના સપનાને સાકાર કરવા ભારત સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન ચાલી રહ્યુ છે. જે અંતર્ગત મહિલા અને
બાળવિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં કુપોષણ અને એનિમિયાના નિવારણ માટે પોષણ અભિયાનને જન આંદોલનનું સ્વરૂપ આપી ‘’પોષણ
માહ’’ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’’ ની થીમ આધારે દેશભરમાં ઉજવણી કરાશે.

પોષણમાહની ગુજરાતમાં રાજ્યવ્યાપી ઉજવણીના આયોજન માટે ગાંધીનગર ખાતે આઈ.સી.ડી.એસના ડાયરેકટર શ્રી રણજીતકુમાર સિંહના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓની
સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ વિભાગો દ્વારા કરાયેલી તૈયારીઓની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ વર્ષે પોષણ ક્ષેત્રે ગુજરાત નંબર-૧ રહે એવા આયોજનો
હાથ ધરવામાં આવ્યા છે.

Advertisement

આઈ.સી.ડી.એસના નાયબ નિયામક અને પોષણ અભિયાનના જોઈન્ટ પ્રોજેકટ કો.ઓર્ડિનેટર નેહા કંથારિયાએ તમામ નોડલ અધિકારીશ્રીઓને પોષણ માહ-ર૦ર૩માં થનાર
વિવિધ થીમ પર યોજાનાર પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યા હતા. નોડલ અધિકારીઓએ પણ પોષણમાહની તેમના વિભાગની પ્રવૃત્તિઓના આયોજનની વિગતો આપી હતી. આ વર્ષે પોષણ માહની ઉજવણી દરમિયાન ભારતમાં પોષણ આધારિત માનવજીવનના મુખ્ય તબક્કાઓ એટલે કે ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા, બાળપણ અને કિશોરાવસ્થા વિશે જાગૃતિ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને આ વર્ષે સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’’ પોષણ માહની થીમ નિયત કરાઈ છે.

પોષણ માહ ર૦ર૩ દરમિયાન, માત્રને માત્ર સ્તનપાન અને પૂરક આહાર, સ્વસ્થ બાળક સ્પર્ધા (SBS), પોષણ ભી પઢાઈ ભી (PBPB), મિશન LiFE દ્વારા પોષણ સ્તરમાં સુધારો, મારી માટી મારો દેશ (MMMD), આદિવાસી આઘારીત પોષણ સેન્સિટાઇઝેશન ટેસ્ટ, ટ્રીટ, ટોક – એનિમિયા થીમ પર ધ્યાન કેન્દ્રિત કરીને વિવિધ પ્રવૃત્તિઓનુ આયોજન કરવામાં આવશે.

રાજ્યભરમાં પોષણ માહની ઉજવણી નિમિત્તે વિભાગોના સંકલનથી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે જેમાં સ્તનપાન અને ઉપરી આહાર માટે વધુ સમજ કેળવવા માટે કેમ્પ તથા ગૃહ
મુલાકાત કરી લાભાર્થીઓને સમજ, સ્તનપાનની યોગ્ય પદ્ધિઓ સહિત આહારલક્ષી વૈવિઘ્યતા વિશે લોકોને જાગૃત કરવામાં આવશે. તમામ આંગણવાડી કેન્દ્રોમાં સ્વસ્થ બાળક સ્પર્ધાનું આયોજન કરી ગ્રોથ મેઝરમેન્ટ ડ્રાઇવ (SAM/ MAM સ્ક્રીનીંગ)આરોગ્ય વિભાગના સહયોગથી કરવામાં આવશે.

સમગ્ર પોષણ માસ દરમ્યાન સમુદાય આઘારિત કાર્યક્રમો, મમતા દિવસની ઉજવણી, પોષણના 5 સૂત્ર અંતર્ગત પ્રથમ 1000 દિવસ હાઇજીન વિશે સેન્સેટાઇઝેશન પ્રવૃત્તિઓ, પ્રસૂતિ
પૂર્વેની તપાસ, અન્નપ્રાશન દિવસ, સુપોષણ દિવસ, રસીકરણ કેમ્પ, સાયકલ રેલી / પદયાત્રા / પ્રભાત ફેરી, હાટ (ગુર્જરી) બજાર એક્ટીવિટી, સ્થાનિક આગેવાનો / નેતાઓ સાથે મિટીંગ, નુકકડ નાટક / ફોક શો (ભવાઇ શો), પોષણ વર્કશોપ / સેમીનાર, યુવા જૂથો સાથે મિટીંગ, તારૂણ્ય શિક્ષણ જેવી વૈવિઘ્ય સભર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.

આ ઉપરાંત આઇસીડીએસના કર્મચારીઓ દ્વારા રોજ આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે જે તે મહિનામાં દાખલ થવા પાત્ર બાળકોનાં વાલી અને આંગણવાડીમાં આવતા
બાળકોના વાલીઓની મુલાકાત કરાશે. આંગણવાડીમાં રમકડા અને રમત આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સમુદાય કેન્દ્રિત ખેલો ઔર પઢો કાર્યક્રમ કરી સ્થાનિક રમકડાં મેળાનું પણ આયોજન કરવામાં આવશે.

પોષણ અભિયાન અંતર્ગત મિશન LiFE દ્વારા પોષણ સ્તરમાં સુઘારાની થીમ અંતર્ગત આંગણવાડી કેન્દ્ર પર વરસાદી પાણીના સંગ્રહ – રેઈનવોટર હાર્વેસ્ટિગ (RWH) દ્વારા જળ
સંરક્ષણની કામગીરી તથા વર્કશોપનું આયોજન કરાશે. આ ઉપરાંત યોગ, સ્થાનિક ખોરાક વગેરે જેવી આયુષ પદ્ધતિઓ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા બાબતે ઝૂંબેશ કરવામાં આવશે. આ ઉપરાંત મિલેટ અને પોષણ વાટિકાને પ્રોત્સાહન આપીને ટકાઉ આહાર પઘ્ઘતિઓ અપનાવાના સંદર્ભમાં મિલેટ પર ધ્યાન કેન્દ્રિત કરતી રેસીપી સ્પર્ધા, કિશોરીઓના સ્વાસ્થ્ય સંબંઘિત જાગૃતિ માટે સેશન, બેકયાર્ડ કિચન ગાર્ડન્સને પ્રોત્સાહન આપવાનું અભિયાન, મિલેટસ આધારિત ખાદ્ય ચીજવસ્તુઓથી બનેલી ત્રિરંગા/મેઘધનુષ્ય/પરંપરાગત થાળીને પ્રોત્સાહન આપવા માટેના કાર્યક્રમો તથા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (EMRS) માં એનિમિયા કેમ્પ અને તે દરમ્યાન મિલેટની ભૂમિકા વિશે સેન્સેટાઇઝ કરવામાં આવશે.

‘મારી માટી મારો દેશ’ અંતર્ગત પોષણ શપથ, વસુઘા વંદન- અમૃત વાટીકા (પોષણ વાટીકા) બનાવવી, વીરો કા વંદન- ગામ/પંચાયતના સ્વાતંત્ર્ય સેનાનીઓ/બહાદુરો અને
તેમના પરિવારોનું સન્માન તથા રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને રાષ્ટ્રગીતનું ગાન કરવા લોકોને પ્રેરિત કરવામાં આવનાર છે.

આદિવાસી કેન્દ્રિત પોષણ સેન્સેટાઇઝેશનમાં મિલેટ/સ્થાનિક ખોરાક/એનિમિયા માટે પરંપરાગત ખોરાક વગેરે અંગે આદિવાસી સમુદાયોને સેન્સેટાઇઝ કરી આદિવાસી જિલ્લાઓમાં બાળકો, કિશોરીઓ અને મહિલાઓ માટે એનિમિયા કેમ્પનું આયોજન કરવામાં આવશે. ટેસ્ટ, ટ્રીટ, ટોક (T3) – એનીમીયા હેઠળ આરોગ્ય વિભાગ સાથેના સંકલનથી વિવિઘ લક્ષિત જૂથો જેવા કે બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ઘાત્રી માતાઓમાં એનિમિયા

નિદાન કેમ્પ કરવામાં આવશે. SHG, NSS/NYK વગેરે સાથે એનિમિયા સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન અને એનિમિયા વિશે પંચાયતોને સંવેદનશીલ કરવા વિશેષ સેશન ગોઠવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે,પોષણ અભિયાન થકી સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ, કિશોરીઓ અને ૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પોષણના પરિણામોને સર્વગ્રાહી રીતે સુધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ ર.૦ એ એક સંકલિત પોષણ સહાય કાર્યક્રમ છે જેના દ્વારા આંગણવાડીની સેવાઓ, કિશોરીઓ માટેની યોજના અને પોષણ અભિયાનને વધુ સુદ્રઢ કરવામાં આવે છે. પોષણ અભિયાનની શરૂઆતથી જ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ સંલગ્ન મંત્રાલયો અને વિભાગોની ઉત્સાહપૂર્વક ભાગીદારી સાથે દેશમાં અત્યાર સુઘીમાં પાંચ પોષણની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. છેલ્લા પોષણ માહ-ર૦રર માં મુખ્ય થીમ હેઠળ ૧૭ કરોડથી વધુ સંવેદનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

શેર 1
અગાઉની પોસ્ટ
Indian Army: સંયુક્ત સૈન્ય અભ્યાસમાં ભાગ લેવા માટે ભારતીય સેના એલેક્ઝાન્ડ્રિયા પહોંચી, 34 અન્ય દેશો પણ લઈ રહ્યા છે ભાગ
આગામી પોસ્ટ
મોબાઈલ માટે પતિ સાથે ઝઘડો, માતાએ 2 બાળકો સાથે પી લીધું ઝેર
gujarat paheredar

Related posts

કર્ણાટકની જીતે વિપક્ષને આત્મવિશ્વાસ અપાવ્યો છે, 2024માં કેટલી અસર પડશે

gujarat paheredarMay 15, 2023

ગૂગલની જાહેરાત: હવે Gmailથી લઈને YouTube, મેપ, ડોક્સ સહિત તમામ એપ્સ પર મળશે AI Bard સપોર્ટ

gujarat paheredarSeptember 21, 2023

ગાંધી પરિવાર જ અસલી લૂંટારો છે… રાહુલ પર ભડક્યા લલિત મોદી, કહ્યું- તેમને યુકેની કોર્ટમાં ઘસેડીશ

gujarat paheredarMarch 31, 2023

અદાણી ગ્રૂપે 2.15 અબજ ડોલરની લોન સમય પહેલા ચૂકવી, જાણો લોન પેમેન્ટની અંતિમ તારીખ કઇ હતી

gujarat paheredarMarch 13, 2023

સર્જરી બાદ CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ આવ્યા ભાનમાં, મુંબઈ હિન્દુજા હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર

gujarat paheredarMay 4, 2023

અમિત શાહે લોકસભા વિસ્તારની નારણપુરા બેઠકની લીધી મુલાકાત, 2012માં અમિત શાહ અહીંથી લડી ચૂક્યા છે ચૂંટણી

Prakash yadavNovember 15, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

140151
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક