જણાવી દઈએ કે જે લોકો સાઉદી અરેબિયામાં જ રહે છે, તેમની હજ માટે પસંદગી ઓનલાઈન લોટરી સિસ્ટમ હેઠળ કરવામાં આવે છે. અરજી કરનારા લોકોમાં જેનું નામ લોટરીમાં નીકળે છે, તેને જ હજ કરવાની મંજૂરી આપવામાં આવે છે. જોકે, ઉમરાહ માટે આવી કોઈ વ્યવસ્થા નથી.
ખરેખર, સરકાર હવે હજ માટે ઓનલાઈન પ્લેટફોર્મ શરૂ કરવા જઈ રહી છે. સાઉદી અરબ સરકારના આ પગલાનો લાભ માત્ર હજને જ નહીં પરંતુ ઉમરાહ પર આવનારા લોકોને પણ લાભ મળશે. સાઉદી અરબ સરકારની આ ઓનલાઈન સુવિધા દ્વારા ભારત સહિત અન્ય દેશોમાંથી જતા લોકો સરળતાથી હજ માટે અરજી કરી શકે છે.
હજ 2023 માટે પણ રજિસ્ટ્રેશન શરૂ
ગુરુવારે, સાઉદી અરેબિયાની સરકારે જાહેરાત કરી કે વર્ષ 2023 માં હજ માટે રજિસ્ટ્રેશન સર્વિસ શરૂ કરવામાં આવી છે. જો કે, માત્ર સાઉદી અરેબિયાના નાગરિકો અને ત્યાં રહેતા મુસ્લિમ પ્રવાસીઓ જ હજ માટે અરજી કરી શકે છે. સાઉદી અરબ સરકાર વતી ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે.
સાઉદી સરકાર દ્વારા હજુ સુધી અન્ય દેશોના લોકો માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં અવાયું નથી. સાઉદીમાં રહેતા લોકો localhaj.haj.gov.sa દ્વારા અરજી કરી શકે છે.
જણાવી દઈએ કે જે લોકો સાઉદી અરેબિયામાં જ રહે છે, તેમની હજ માટે પસંદગી ઓનલાઈન લોટરી સિસ્ટમ હેઠળ કરવામાં આવે છે. અરજી કરનારા લોકોમાં જેનું નામ લોટરીમાં નીકળે છે, તેને જ હજ કરવાની મંજૂરી આપવામાં આવે છે. જોકે, ઉમરાહ માટે આવી કોઈ વ્યવસ્થા નથી.
ઉમરાહ-હજને લઈને સાઉદી સરકારના ઘણા મોટા નિર્ણયો
સાઉદી અરેબિયાની સરકાર હજ અને ઉમરાહની પ્રક્રિયાને હજયાત્રીઓ માટે સરળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં હજ અને ઉમરાહની પ્રક્રિયામાં ઘણા ફેરફાર પણ કરવામાં આવ્યા છે.
થોડા સમય પહેલા સાઉદી અરબ સરકારે હજ પર જનારી મહિલાઓને લઈને મોટો નિર્ણય લીધો હતો. નવા નિર્ણય હેઠળ હવે મહિલાઓ કોઈ પણ પુરુષ સાથી (મહરમ) વગર હજ પર જઈ શકશે. જ્યારે અગાઉ એવો કોઈ નિયમ નહોતો. હજ પર જવા માટે એક મહરમ હોવું જરૂરી હતું. ઘણીવાર સ્ત્રીનો પતિ, પુત્ર અથવા ભાઈ મહરમ તરીકે સાથે હજ કરવા જાય છે.
તાજેતરમાં સાઉદી અરેબિયાએ પણ ઉમરાહ માટેના વિઝા નિયમોને લઈને ઘણા ફેરફારો કર્યા છે. સાઉદી અરેબિયાની સરકારે અન્ય દેશોમાંથી આવતા લોકો માટે ઉમરાહ વિઝાની મર્યાદા 30 દિવસથી વધારીને 90 દિવસ કરી દીધી છે.
ઉમરાહ વિઝામાં આ ફેરફારનો અર્થ એ છે કે જે લોકો ઉમરાહ કરવા માટે સાઉદી અરેબિયા પહોંચે છે, તેમને પહેલા માત્ર 30 દિવસ માટે દેશમાં રહેવાની છૂટ હતી પરંતુ હવે તેઓ કોઈપણ ઉલ્લંઘન વિના 90 દિવસ સુધી સાઉદી અરેબિયામાં રહી શકશે.