તેમણે કહ્યું કે તમારા બધાના જીવનમાં આનંદ અને ઉત્સાહના રંગો હંમેશા વરસતા રહે.
આખો દેશ રંગોના તહેવાર હોળીની ઉજવણી કરી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે તમારા બધાના જીવનમાં આનંદ અને ઉત્સાહના રંગો હંમેશા વરસતા રહે. આ દરમિયાન પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ભારતની પ્રગતિમાં મહિલાઓની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
તેમણે કહ્યું કે તેમની સરકાર મહિલા સશક્તિકરણને આગળ વધારવા માટે કામ કરવાનું ચાલુ રાખશે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, આપણી મહિલા શક્તિની ઉપલબ્ધિઓને સલામ. અમે ભારતની પ્રગતિમાં મહિલાઓની ભૂમિકાની પ્રશંસા કરીએ છીએ. વડાપ્રધાને ટ્વિટર પર એવી મહિલાઓનું સંકલન પણ શેર કર્યું કે જેમની જીવન યાત્રા ‘મન કી બાત’માં દસ્તાવેજીકૃત કરવામાં આવી હતી.
ઉપરાષ્ટ્રપતિએ પણ હોળીની ઉજવણી કરી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને તેમની પત્ની એ દિલ્હીમાં હોળીની ઉજવણી કરી હતી.
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેમના નિવાસસ્થાને હોળીની ઉજવણી કરી હતી. અમેરિકાના વાણિજ્ય સચિવ જીના રાયમોન્ડો એ પણ હોળીની ઉજવણીમાં ભાગ લેવા માટે રક્ષા મંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ સાથે આ ઉજવણીમાં અન્ય મંત્રીઓ પણ જોડાયા હતા. આ સાથે આજે અમદાવાદમાં પીએમ મોદી ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે તેમની સાથે ઓસ્ટ્રેલિયાના પીએમ પણ આવશે ત્ચારે અહીં પણ હોળીની ઉજવણી કરવામાં આવશે.