May 4, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો અમૃત કળશ મહોત્સવ યોજાયો
ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો અમૃત કળશ મહોત્સવ યોજાયો

by gujarat paheredarOctober 28, 20230
શેર 0
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અમૃત કળશ મહોત્સવ પ્રસંગે જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ ઝડપથી વિકાસ પામ્યો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગયા વર્ષે આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે આપણે અમૃત મહોત્સવની ઉજવણી કરીને અમૃતકાળમાં પ્રવેશ્યા છીએ.
‘મારી માટી, મારો દેશ’ અભિયાન વિશે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણી આઝાદીના મૂળ વીર શહીદોના રક્ત અને પરિશ્રમથી સિંચાયેલા છે. દેશના ખૂણે ખૂણે અનેક વીરરત્નોએ ભારતમાતાની મુક્તિ માટે પોતાની જાન ખપાવી છે. આવા વીર સપૂતોને વંદન કરવા માટે માનનીય વડાપ્રધાનશ્રીએ ‘મારી માટી, મારો દેશ’ જનઅભિયાન શરૂ કરાવ્યું, જેણે દેશવાસીઓમાં અનેરી રાષ્ટ્રચેતનાનો સંચાર કર્યો અને દેશના વીર શહીદોની બલિદાની અને તેમના જીવનને સમજવાનો અવસર પૂરો પાડ્યો.
આ પ્રસંગે વધુમાં વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન તરીકે માનનીય નરેન્દ્રભાઇ મોદીએ જ્યારથી દેશની ધૂરા સંભાળી છે ત્યારથી રોજેરોજ દેશદુનિયામાં આપણું ગૌરવ દિનપ્રતિદિન વધતું રહ્યું છે. સૌ દેશબાંધવો હંમેશા એકજૂટ થઈને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના નિર્માણમાં સહભાગી તેવા પ્રયત્નો વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સતતપણે કરવામાં આવી રહ્યાં છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
વડાપ્રધાનશ્રીના કાર્યકાળમાં લેવામાં આવેલા વિવિધ મહત્વના નિર્ણયો અને કાર્યક્રમો વિશે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પાછલાં 9 વર્ષોમાં માનનીય વડાપ્રધાનશ્રીના દૂરંદેશી નેતૃત્વમાં દેશનું ગૌરવ વધે તેવા અનેકવિધ નિર્ણયો લેવામાં આવ્યાં છે તથા વિવિધ કાર્યો અને કાર્યક્રમો યોજવામાં આવ્યાં છે. રામમંદિર નિર્માણ, કલમ 370 નાબૂદી, ઓપરેશન દોસ્ત, કાવેરી, ગંગા, અજય જેવા ઓપરેશન થકી વિદેશોમાંથી આપણા નાગરિકો અને વિદ્યાર્થીઓને સલામત રીતે યુદ્ધ ક્ષેત્રોમાંથી પરત લાવવા સહિતના અનેકવિધ ગૌરવકાર્યો વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં પરિપૂર્ણ કરવામાં આવ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં વાત કરતા જણાવ્યું કે, ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ અન્વયે કુલ 29,925 વીરો, વીરંગનાઓ અને તેમના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું છે. 21 લાખ જેટલા નાગરિકો અનોખી રાષ્ટ્રભાવના સાથે ધ્વજવંદન કાર્યક્રમમાં જોડાયા. રાજ્યભરમાંથી ગામે ગામથી માટી અને ચોખા એકત્રિત કરીને 15,000 જેટલા કળશ દિલ્હી ખાતે મોકલવામાં આવનાર છે, જે નિર્માણ પામનાર અમૃતવાટિકામાં ગુજરાતની અસ્મિતાને ધબકતી રાખશે. આઝાદીના અમૃતકાળમાં વડાપ્રધાનશ્રી દ્વારા આપવામાં આવેલા પાંચ સંકલ્પો સાથે રાખીને પોતાના કર્તવ્યપાલન થકી રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત સૌને વિનંતી કરી હતી.
નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલે અમૃત કળશ મહોત્સવ પ્રસંગે પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે, અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના અમૂલ્ય બલિદાનના કારણે આપણને મળેલી મહામૂલી આઝાદી માટે શહાદત વહોરનાર દરેક વીર જવાનોને સાચી શ્રદ્ધાંજલિ આપવા દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં “મારી માટી, મારો દેશ” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આમ, આ માતૃભૂમિને નમન કરવાના અને દેશના સપૂતોને શ્રદ્ધાંજલિ આપવાના આ અભિયાન થકી જન-જનમાં રાષ્ટ્રભાવના વધુ સબળ બની છે.
તેમણે વધુમાં કહ્યું કે, આ અભિયાન અંતર્ગત રાષ્ટ્રના રક્ષક વીરોનું સન્માન કરવામાં આવ્યું અને ગ્રામ્ય, પંચાયત, તાલુકા, શહેરી, સ્થાનિક સંસ્થા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાન થકી આઝાદી કા અમૃત મહોત્સવની સાર્થક ઉજવણી કરવામાં આવશે. હવે દેશના ખૂણે ખૂણેથી માટીના કળશ દિલ્હી ખાતે લઇ જવામાં આવશે. દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક નજીક કળશ મારફતે ભેગી થયેલી માટીથી અમૃત વાટિકા તૈયાર કરવામાં આવશે. આમ, વડાપ્રધાનશ્રીના સંકલ્પથી નિર્માણ પામનાર અમૃત વાટીકા ‘એક ભારત,શ્રેષ્ઠ ભારત’નું પ્રતિક બનશે એવો તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે યોજાયેલા ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમમાં રાજ્યભરમાં અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો છે. દેશભરમાં શહીદોના બલિદાનને સન્માનવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં સૌ કોઈ અનોખા જોમ અને જુસ્સા સાથે સહભાગી થયા. રાજ્યભરમાં 15 હજારથી વધુ ગામોમાં કળશ યાત્રાઓ યોજાઈ તથા આવનારી પેઢીને પોતાના શહીદોના બલિદાનનું મહત્વ સમજાવવા માટે શીલા ફલકમનું નિર્માણ કરવામાં આવ્યું. એટલું જ નહિ, ગામેગામ વૃક્ષારોપણ દ્વારા અમૃત વાટીકાનું નિર્માણ કરવામાં આવ્યું તથા ગામેગામથી પવિત્ર માટી એકઠી કરવામાં પ્રજાજનો સહભાગી થયા. આ એક ઐતિહાસિક ઉત્સવ છે એમ તેમણે ઉમેર્યું હતું.
સ્વાગત ઉદબોધનમાં વધુ વાત કરતા ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના આહવાનને પગલે ગતવર્ષે પણ લોકો આ જ ઉત્સાહથી ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. કોરોનાકાળમાં પણ આપણે આપણા ફ્રન્ટ લાઈન વોરિયર્સને સાથે મળીને વધાવ્યાં હતા અને તેમનું ઉત્સાહ વર્ધન કર્યું હતું. આજે આપણે આઝાદીના અમૃત કાળમાં ચંદ્ર સુધી પહોંચ્યા છીએ. આપણે આપણી મૂળ આસ્થાનું કેન્દ્ર એવી આપણી માટીને આ ભવ્ય કાર્યક્રમ દ્વારા નમન કરી રહ્યાં છીએ. સાથે જ આ કાર્યક્રમ દ્વારા આપણે આપણી સરહદોને સુરક્ષિત રાખતા આપણા વીર શહીદો અને તેમની વીરાંગનાઓને વંદન કરીએ છીએ એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ‘મારી માટી, મારો દેશ’ના ગુજરાત અભિયાનની ફિલ્મ અને મિટ્ટી એંથમનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લોક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ભવ્ય અમૃત તિરંગા યાત્રા સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલી અમૃત કળશયાત્રાઓને સન્માન કરીને વધાવવામાં આવી હતી તથા ઉપસ્થિતોને પંચ પ્રણ પ્રતિજ્ઞા અને એકતા દિવસ પ્રણ લેવડાવવામાં આવ્યાં હતાં.
આ અમૃત કળશ મહોત્સવ પ્રસંગે મંત્રીમંડળના સર્વે મંત્રીશ્રીઓ, અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભા જૈન, કેન્દ્રીય મંત્રી અને સંસદ સભ્ય શ્રી દર્શનાબેન જરદોશ, ધારાસભ્યશ્રીઓ, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે, મ્યુનિ. કમિશ્નર શ્રી એમ. થેન્નારસન, અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રના પદાધિકારીઓ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સભ્યો, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કળશ સાથે પધારેલા જિલ્લા પંચાયત/તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ/સભ્યશ્રીઓ સહિત રાજ્યના વિવિધ પુરસ્કાર મેળવેલ મહાનુભાવો, કલાકારો, સામાજિક અગ્રણીઓ, વિવિધ પોલીસ શાખાઓના જવાનો, સંતો-મહંતો, ઋષિકુમારો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં

શેર 0
અગાઉની પોસ્ટ
દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ એસ.ટી.નિગમ ૨૨૦૦થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
આગામી પોસ્ટ
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NFSUને ફાળવાયેલી 5G લેબનું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન કર્યું
gujarat paheredar

Related posts

સુરતનો ડેનિમ ઉધ્યોગ દેશમાં 10 ટકા કાપડ પૂરું પડે છે,આ દેશોમાં પણ થાય છે સપ્લાય જાણો

gujarat paheredarJanuary 28, 2023

બીજેપીએ જાહેર કર્યું AAP નેતાનું પૈસા લેતું સ્ટિંગ, જવાબમાં મુકેશ ગોયલે કહ્યું- આ મારી તસવીર નથી

gujarat paheredarNovember 18, 2022

CM અને CR પાટીલનો આજથી દિલ્હીનો પ્રવાસ, ગુજરાત સંગઠનમાં ફેરબદલની ચર્ચા બની તેજ

gujarat paheredarJuly 7, 2023

IASના લેટર બાદ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યા શિક્ષણના સ્તર પર સવાલો, જાણો શું કહ્યું

gujarat paheredarJune 27, 2023

ચાલું વર્ષે સરકાર 7 હજાર પદો પર ભરતી કરશે, પોલીસ વિભાગમાં મોટી જગ્યાઓ છે ખાલી

gujarat paheredarMay 26, 2023

વિધાનસભાના નવા અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધીવત રીતે સંભાળ્યો વિધાનસભાનો ચાર્જ

gujarat paheredarDecember 20, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

AdminApril 28, 2026April 29, 2026
April 28, 2026April 29, 20260

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés
  • Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming
  • Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist
  • Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami
  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137497
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક