ભરૂચની નર્મદા પેકેજિંગ અને આશાપુરા ટ્રેડિંગમાં 22 માર્ચે લાગેલી ભીષણ આગમાં માચીસ લગાવનાર સિક્યોરીટી ગાર્ડની ધરપકડ
7 હજારના સિક્યોરીટીવાળાએ શેઠનો 11 કરોડનો માલ ફૂંકી નાખ્યો
જાતે જ ફોન કરી કહ્યું, જય હિન્દ સર, મે આપકી કંપની સે સિક્યુરીટી બોલ રહા હું
ઓર આપકી કંપની પે આગ લગી હે, આપ જલ્દી સે ફાયરબ્રીગેડ ભેજો
ભરૂચની નર્મદા પેકેજિંગ અને આશાપુરા ટ્રેડિંગમાં 22 માર્ચે લાગેલી ભીષણ આગમાં માચીસ લગાવનાર સિક્યોરીટી ગાર્ડની ધરપકડ
ફેકટરી ઉપર રહેતા 11 કર્મચારીઓ જો સમયસર બહાર ન નિકળા
હોત તો તેઓના જીવ પણ જોખમમાં મુકાત
નવા આવેલા સિક્યોરીટી ગાર્ડે કેમ આગ લગાડી તેની તપાસ શરૂ કરાઇ
જય હિન્દ સર, મેં આપકી કંપની સે સિક્યોરિટી બોલ રહા હું. ઓર આપકી કંપની પે આગ લગી હે, આપ જલ્દી સે ફાયર બ્રિગેડ ભેજે. ભરૂચની નર્મદા પેકેજીંગના શેઠની બે કંપનીને ફૂંકી મારી 11 કરોડનું નુકશાન પોહચાડનાર અને 11 કર્મચારીઓના જીવ જોખમમાં મુકનાર કોલ કરનાર સિક્યોરીટી ગાર્ડ જ આગ લગાડનાર CCTV માં નીકળ્યો છે.
ભરૂચના ઉધોગનગર ભોલાવમાં 22 માર્ચે સવારે નર્મદા પેકેજીંગ અને એજ પરિવારની આશાપુરા ટ્રેડિંગમાં લાગેલી ભયાનક આગમાં 7 હજારનો સિક્યોરિટીવાળો જ શેઠના 11 કરોડ ફૂંકીનાર હોવાનું તીસરિ આંખ અને પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ઝાડેશ્વર રોડ શ્રીજી સદન લક્ષ્મીનારાયણ બિલ્ડીંગમાં રહેતા મહેશ શંકરલાલ નારાયણજી ભાનુશાલીની ભરૂચ GIDC ભોલાવ ફૈઝ -2 માં નર્મદા પેકેઝીંગ નામની ફેક્ટરી આવેલી છે. જેમાં પ્લાસ્ટીકની યુરીયા ખાતર, ઘઉં ભરવાની બેગ બનાવવાનું તથા ટાર્સોલીન ( તાડ પત્રી ) બનાવવાનું કામ કરવામાં આવે છે. તેની બરાબર બાજુમાં તેમના પિતાજી શંકરલાલના નામે આશાપુરા ટ્રેડીંગ નામનો યુનિટ છે. જેમાં પ્લાસ્ટીક ગોડાઉન, બેગ – સેક્રિગેશન તથા બનાવેલી તાડપત્રી અને રોલ ઘટનામાં બન્ને ફેક્ટરીના બિલ્ડીંગ અને માલ સંપુણ રીતે બળી જતા આશરે 11 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. ઉપરાંત ફેક્ટરીની સામે પાર્ક કરેલી કાર પણ સંપુર્ણ પણે સળગી ગઈ હતી. બાજુમાં આવેલ અંબિકા એન્ટરપ્રાઇઝની લોખંડના પતરાની ફેન્સીંગ સહિત બિલડીંગને સામાન્ય નુકશાન થયું હતું. ભીષણ આગમાં ફેક્ટરીમાં રહેતા લોકો સમયસર બહાર નિકળી ગયા ન હોત તો તેઓ પણ ફેક્ટરીની અંદર સળગીને મરી જતા તેવું જાણવા છતા સિક્યોરીટી ગાર્ડે આગ લગાડી હતી.
સી ડિવિઝન પોલીસે સિક્યોરીટી ગાર્ડની ધરપકડ કરી તેને ક્યાં કારણોસર અને કેમ આગ લગાડી તેમજ અન્ય કોઈ આ ઘટનામાં સડોવાયેલું છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે.