ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ વાપી તથા આસપાસના વિસ્તારમાં ચાલી રહેલા વિકાસના કાર્યોની મુલાકાત લીધી હતી. જેમાં વાપી થી પસાર થતી બિલખાડી તેમજ તેની આસપાસમાં થઈ રહેલા સંલગ્ન કામો જેવા કે પટેલ સમાજ વાડી પાસેની વરસાદી પાણી ની કોતર નું કામ મુખ્ય છે. બીલખાડી નું કામ હાલ 80 % થી ઉપર નું થઈ ચુક્યું છે. મુલાકાત વખતે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ કામ કરી રહેલી એજન્સીઓ અને સરકારી વિભાગોને ચોમાસા પેહલા એટલે કે આગામી 30 દિવસમાં બાકી કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી આ તમામ કામ ચોમાસા પૂર્વે પૂર્ણ થાય તો આ વર્ષે વાપી તથા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા નો કાયમી ઉકેલ આવશે. નોંધનીય બાબત એ છે કે ગત વર્ષે સામાન્ય વરસાદ કરતા ઘણો વધારે વરસાદ હતો છતાં બીલખાડી અને બીજા થઈ રહેલા કામો ના કારણે વાપી માં વરસાદી પાણી નહિવત ભરાયું હતું. આ મુલાકાત વખતે કનુભાઈ દેસાઈ સાહેબ સાથે વાપી શહેર ભાજપ પ્રમુખ અને નોટિફાઇડ ચેરમેન સતિષ પટેલ, દમણ ગંગા નહેર વિભાગ, એસ. એમ. પટેલ, કાર્યપાલક ઈજનેર બી એસ પટેલ, નાયબ કા. ઈજનેર, બી એસ ગાવીત, મદદનીશ ઈજનેર, છરવાડા સરપંચ યોગેશ પટેલ વાપી ભાજપ મહામંત્રી વિરાજ ભાઈ દક્ષિણી, વાપી નગરપાલિકા આરોગ્ય સમિતિ ચેરમેન સુરેશ પટેલ અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.