Gujarati NewsLocalGujaratSuratBooking Of Railway Post Gatishakti Express Service From Surat Started, Door To Door Parcels Will Be Delivered, First Pilot Project From Surat To Varanasi
સુરત23 મિનિટ પહેલા
ટ્રેનોમાં અંદાજિત 150 થી 200 કિલો વજનના પાર્સલ તૈયાર કરવામાં આવશે
ટ્રેનોમાં અંદાજિત 150 થી 200 કિલો વજનના પાર્સલ તૈયાર કરવામાં આવશે
રેલવે અને પોસ્ટના સંયુક્ત ઉપક્રમે પાર્સલ સેવા શરૂ કરવાની દિશામાં પ્રથમ વખત પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં પોસ્ટ દ્વારા તમામ પાર્સલો એકત્રિત કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ તેને દેશના અલગ-અલગ શહેરોમાં મોકલવામાં આવશે. શરૂઆતના તબક્કામાં કેટલીક ટ્રેનોને પસંદ કરવામાં આવી છે. જેમાં અલાયદા ડબ્બા પાર્સલ મુકવામાં આવશે. નિર્ધારિત સ્થળ ઉપર પહોંચાડાશે. શરૂઆતના તબક્કામાં જ પ્રકારની વ્યવસ્થા થઈ રહી છે તે મુજબ દોઢસોથી બસ્સો કિલોના પાર્સલ તૈયાર કરવામાં આવશે.
શરૂઆતના તબક્કામાં કેટલીક ટ્રેનોને પસંદ કરવામાં આવી છે
બે વિભાગો એક સાથેરેલવે પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ પાર્સલ સેવા શરૂ કરવાની તડામાર તૈયારીઓ સુરત રેલવે સ્ટેશન ઉપર શરૂ કરી દેવામાં આવી છે. પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સુરત થી જે ટ્રેનનો નક્કી કરવામાં આવશે તેમાં એકત્રિત કરાયેલા પાર્સલો ને મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે સુરત રેલવે સ્ટેશન ઉપર જ રેલવે પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસની ઓફિસ અને ગોડાઉન તૈયાર કરવામાં આવી રહ્યું છે. સુરત રેલવે સ્ટેશન ઉપર જ અલાયદી ઓફિસ અને ગોડાઉન ઊભું કરવાને કારણે અન્ય કોઈ મુશ્કેલી આ સેવાને ન થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરભરમાંથી પોસ્ટ ઓફિસના કર્મચારીઓ સુરત સ્ટેશન સુધી પહોંચાડશે અને ત્યારબાદ ગોડાઉનમાં જ તમામ પાર્સલો ને સીલ મારવાની પ્રક્રિયા પૂર્ણ કરાશે.
દોઢસોથી બસ્સો કિલોના પાર્સલ તૈયાર કરવામાં આવશે
ક્લિપ મશીનનો ઉપયોગઆ સેવા અંતર્ગત કેટલીક ટ્રેનોને પસંદ કરવામાં આવી છે તે ટ્રેનોમાં અંદાજિત 150 થી 200 કિલો વજનના પાર્સલ તૈયાર કરવામાં આવશે. મોટા વજનના પાર્સલોને ટ્રેનના કોચ સુધી પહોંચાડવા માટે ક્લિપ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે જે ખૂબ જ વજનદાર પાર્સલો નું લોડિંગ અને ડાઉનલોડિંગ કરવા માટે સક્ષમ છે. ક્લિપ મશીનનો ઉપયોગ માટેની ટ્રાયલ પણ સુરત રેલવે સ્ટેશન પર શરૂ કરી દેવામાં આવી છે. હેવી વેઈટ પાર્સલો માટે આ પ્રકારના મશીનની ખૂબ મોટી જરૂરિયાત છે અને તેને કારણે જ મશીનો ગોઠવવામાં આવી રહ્યા છે.
આજથી બૂકીંગ શરૂભારત પોસ્ટ અને ભારતીય રેલ્વેના સહયોગથી ઈ-કોમર્સ અને MSME બજાર પર ધ્યાન કેન્દ્રિત કરીને B2C અને B2B બજારને લક્ષ્ય બનાવવા માટે વિકસાવવામાં આવ્યું છે35 કિલો અને ની વચ્ચેના વજનની શ્રેણીના બજાર વલણો અનુસાર પોસાય તેવા ભાવો સાથે 100 કિલો ભારત પોસ્ટ પ્રથમ અને છેલ્લા માઇલ સેવાઓ પ્રદાન કરશે અને ભારતીય રેલ્વે કરશેમિડલ માઈલ સેવાઓ પૂરી પાડે છે એટલે કે ગ્રાહકોના પરિસરમાંથી પિકઅપ, બુકિંગ અને પોસ્ટ વિભાગ દ્વારા ડિલિવરી અને ઓળખાયેલ રેલવે વચ્ચે ટ્રાન્સમિશન ભારતીય રેલ્વે દ્વારા સ્ટેશનો.પ્રૂફ ઓફ કોન્સેપ્ટ (POC) 31 માર્ચ, 2022 થી તાપ્તી ગંગા એક્સપ્રેસ દ્વારા શરૂ થશે. સુરતથી વારાણસી. ટ્રેન સાથે લઈ જવા માટે 23 ટનની એક અલગ VP જોડાયેલ છે.પાર્સલ DOP દ્વારા 30મી માર્ચ, 2O22 થી પાર્સલનું બૂકિંગ શરૂ થશે. જેના માટે આઇટી વિભાગ દ્વારા એક સોફ્ટવેર પણ તૈયાર કરવામાં આવ્યું છે.
રેલવે પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસની ઓફિસ અને ગોડાઉન તૈયાર કરવામાં આવી રહ્યું છે
પાયલોટ પ્રોજેક્ટકેન્દ્રીય રાજ્યકક્ષાના રેલવેપ્રધાન દર્શના જરદોશે જણાવ્યું કે, સુરતથી વારાણસી સુધીનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છે. જેમાં પોસ્ટ રેલવે વિભાગના ડોર ટુ ડોર પાર્સલ સેવા શરૂ કરવામાં આવી રહી છે. પોસ્ટ ઓફિસના કર્મચારીઓ 35 કિલો થી 100 કિલો સુધીનું પાર્સલ રેલ્વે સ્ટેશન સુધી પહોંચાડશે. ત્યારબાદ રેલવે મારફતે તેના ગંતવ્ય સ્થળ ઉપર પહોંચાડવાની વ્યવસ્થા થશે. સુરતથી વારાણસીનો આ પહેલો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. જો આમાં સફળતા મળશે તો સુરત સાથે અન્ય શહેરોને પણ જોડવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે…