એક દિવસનો સીએમ” ૨૧ જુલાઈએ ગુજરાત રચશે નવો ઇતિહાસ. ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય દ્વારા ગુજરાત વિધાનસભામાં આજ પહેલા ક્યારેય ના થયો હોય એક એવો નવતર પ્રયોગ થવા જઈ રહ્યો છે
“એક દિવસનો સીએમ” ૨૧ જુલાઈએ ગુજરાત રચશે નવો ઇતિહાસ. ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય દ્વારા ગુજરાત વિધાનસભામાં આજ પહેલા ક્યારેય ના થયો હોય એક એવો નવતર પ્રયોગ થવા જઈ રહ્યો છે. આ પ્રયોગમાં અનુસાર” ગુજરાતના વિદ્યાર્થીઓ ચલાવશે ગુજરાતની સરકાર” ફક્ત એક દિવસ માટે આ પ્રયોગનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને લોકશાહી પ્રક્રિયાનો ખ્યાલ આવે તેમજ બજેટ કેવી રીતે બને છે.સરકાર કેવી રીતે ચાલે છે. નિયમો કેવી રીતે રચાય છે.જેની ચર્ચા વિચારણાનો લાઈવ ખ્યાલ આવી શકે તે માટે આ એક દિવસીય ગુજરાતના CM તરીકે ચૂંટાયેલ વિદ્યાર્થીનું નામ છે “રોહન રાવલ “જે અમદાવાદનો વતની છે. તે ઉપરાંત ચૂંટાયેલા વિદ્યાર્થીઓમાંથી ૧૮૨ વિદ્યાર્થીઓ ૨૧ જુલાઈના રોજ વિધાનસભાના કાર્યક્રમમાં જોડાશે. જેમાં અલગ અલગ શહેરોમાંથી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. જે સંખ્યાનું લિસ્ટ આ મુજબ છે. MLAતરીકે ચૂંટાયેલા વિદ્યાર્થીઓ અમદાવાદમાંથી ૬૩, ગાંધીનગરમાંથી ૨૧,વડોદરામાંથી ૧૪, નડિયાદમાંથી ૧, ગોંડલમાંથી ૫, મહેસાણામાંથી ૧ રાજકોટ માંથી ૩૯, સુરતમાંથી ૧૬, જામનગર માંથી ૪, કચ્છમાંથી ૧૦,અમરેલી માંથી ૭ વિદ્યાર્થીઓ ની પસંદગી કરવામાં આવી છે. આગામી 21 જુલાઈના રોજ એક વિદ્યાર્થીને મુખ્યમંત્રીઅને બીજા તમામ વિદ્યાર્થીઓને ધારાસભ્યો બનવાની તક મળશે જેના લીધે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આયોજન મુજબ કોને કયું કામ સોંપવું તેની સમગ્ર તૈયારીઓ થઈ ગઈ છે.