21500 જેટલી મિલકતોને સિલ કરી દેવામાં આવી છે. આ સ્કિમ હેઠળ વધુ કાર્યવાહી પણ આગામી સમયમાં જારી રાખવામાં આવશે.
જે અંતર્ગત 1 લાખ 94 હજારથી વધુ લોકોએ ટેક્સ જમા કરાવ્યો છે. જેથી આ આવકમાં વધારો થયો છે. આ ઝૂંબેશ હજુ પણ ચાલી રહી છે. ત્યારે વધુ આવક થશે. આ વ્યાજમાફી સ્કિમ 6 જાન્યુઆરીથી શરુ કરવામાં આવી હતી જેમાં વિવિધ વોર્ડ પ્રમાણે અત્યારે ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સેટલમેન્ટ સ્કિમ હેઠળ પણ મિલકત કર પેટે મોટી આવક થઈ રહી છે.
સેટલમેન્ટ સ્કિમ હેઠળ 128 કરોડથી વધુ આવક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા મિલકતવેરા માટે પણ ઝૂંબેશ ચાલી રહી છે. જેમાં ફેબ્રુઆરીમાં વન ટાઈમ સેટલમેન્ટ હેઠળ 14 તારીખે આ સ્કિમ શરુ કરાઈ હતી. ત્યારથી લઈને 28 ફેબ્રુઆરી સુધીમાં કોર્પોરેશને 128 કરોડથી વધુ વેરાની વસૂલાત થતા આ આવક થઈ છે. જો કે, આ મામલે કડકાઈ પણ વેરો ના વસુલતા લોકો સામે કરવામાં આવી હતી. જેમાં 21500 જેટલી મિલકતોને સિલ કરી દેવામાં આવી છે. આ સ્કિમ હેઠળ વધુ કાર્યવાહી પણ આગામી સમયમાં જારી રાખવામાં આવશે. માર્ચ મહિના સુધી આ સ્કિમ ચાલું રહેશે.
14 માર્ચ સુધી ચાલશે ઝૂંબેશ
જેમાં મિલકત વેરો ના ભરતા એકમો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તેમના જોડાણો ગટર અને પાણીના કાપી નાખવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ઢોલ નગારા સાથે લોકોને જાહેર માર્ગ પર જઈને મિલકતવેરો સેટલમેન્ટ સ્કિમ હેઠળ વ્યાજ માફી આપી ભરવા માટે રજૂઆત કરવામાં આવી રહી છે. જે લોકો નથી ભરતા તેમની સામું સીલ મારવાની તેમજ જોડાણ કાપવા સુધીની કડક કાર્યાવાહી કરવામાં આવી રહી છે. આમ કોર્પોરેશનના ઘણા સમય બાદ બાકી કરની આવક થતા તેમાં રાહત મળી છે.