જણાવી દઈએ કે, કોંગ્રેસનલ ડૈડ્સ કૉકસમાં સામેલ તમામ સભ્ય સાંસદ હોવાની સાથે બાળકોની સંભાળની જવાબદારી પણ નિભાવી રહ્યા છે.
જણાવી દઈએ કે, કોંગ્રેસનલ ડૈડ્સ કૉકસમાં સામેલ તમામ સભ્ય સાંસદ હોવાની સાથે બાળકોની સંભાળની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, તે એક અનૌપચારિક જૂથ છે, જેનો હેતુ પેઈડ લીવ ફોર ઓલ, ચાઈલ્ડ ટેક્સ ક્રેડિટ, પેટરનિટી લીવ, ચાઈલ્ડ કેર, મેડિકલ લીવ અને પેઈડ ફેમિલી લીવ જેવી પોલિસી વધારવાનો છે.
‘દુનિયાભરના તમામ પિતા પોતાને આ રીતે તૈયાર કરે’
જ્યારે ગોમેઝની આ તસવીર વાયરલ થઈ ત્યારે તેણે કહ્યું કે, આ બધુ નવી વાત નથી. સ્ત્રીઓ આવું કુદરતી રીતે કરતી હોય છે. એક ન્યૂઝ ચેલન સાથેની મુલાકાતમાં, ગોમેઝે જણાવ્યું હતું કે, બાળક થયા પછી, ઘણા માતા-પિતા જ્યારે કામ પરથી ઘરે પાછા ફરે છે ત્યારે બાળકની સંભાળ રાખવામાં અસમર્થ હોય છે. તેણે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે દુનિયાભરના તમામ પિતા પોતાને આ રીતે તૈયાર કરે. પિતાએ ઘરમાં અને ગૃહના હોલમાં તેમનો ભાગ ભજવવાની જરૂર છે. ગોમેઝ કહે છે કે, કોકસ એ કૌટુંબિક રજા અને વિસ્તૃત ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટ જેવી નીતિઓની પણ હિમાયત કરી રહ્યું છે.