શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. કેમ કે, અકસ્માતો શહેરી વિસ્તારમાં વધુ બનતા હોય છે. ઘણા સમયથી ટ્રાફીક ડ્રાઈવ બંધ હતી.
ચૂંટણી પ્રક્રીયા પૂર્ણ થયા બાદ હવે હેલ્મેટના નિયમો સરકારને યાદ આવી રહ્યા છે. સરકાર નવી ટ્રાફિક પોલીસી જાહેર કરી શકે છે. જેથી હેલ્મેટ મામલે ફરીથી ડ્રાઈવ ચલાવવામાં આવશે. જે લોકો હેલ્મેટ નથી પહેરતા તેઓ દંડ ભરવા માટે તૈયાર રહેજો. હાલમાં ગૃહ વિભાગ દ્વારા નવા નિયમો બનાવવાની તૈયારી ચાલી રહી છે. ગુજરાતીઓએ ફરજીયાતપણે હેલ્મેટ પહેરવું પડશે. લભગભ 35 ટકા કેસમાં મૃત્યુ હેલ્મેટ ન પહેરવાને કારણે થાય છે. શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. કેમ કે, અકસ્માતો શહેરી વિસ્તારમાં વધુ બનતા હોય છે.
હેલ્મેટ પહેરવું એક બાજુ જરૂરી છે ત્યારે બીજી બાજુ હેલ્મેટનો દંડ લોકોને વધુ ભરવો પડતો હોવાથી મજબૂરી વશ તેઓ દંડ ભરતા હોય છે. જો કે, બીજી તરફ સેફ્ટી માટે હેલ્મેટ જરુરી છે હવે કેમ નિયમો યાદ આવે છે. કેમ કે, ઘણા સમયથી ટ્રાફીક ડ્રાઈવ બંધ હતી. ત્યારે ગુજરાત સરકાર આગામી દિવસોમાં નવી ટ્રાફિક પોલીસી જાહેર કરી શકે છે. જેના કારણે હવે વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત બનશે. આ સાથે ટ્રાફિકના અન્ય નિયમો કે જેનું પાલન કરવું પડી શકે છે.
અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં ગુજરાતમાં ટ્રાફિકના હેલ્મેટ સહીતના નિયમો તોડવા ભારે પડી શકે છે. આગામી દિવસોમાં પોલીસ અને ટ્રાફિક પોલીસને બોડી વર્ન કેમેરા સાથે સિગ્નલો પર તૈનાત કરવામાં આવશે.