August 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

અમિતભાઇ
  • Home
  • ગુજરાત
  • કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે માણસા વિસ્તારમાં રૂ. ૫૬ કરોડના વિકાસ કામોનું વર્ચ્યુઅલ માઘ્યમથી લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યું
ગુજરાતદેશબ્રેકિંગ ન્યુઝ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે માણસા વિસ્તારમાં રૂ. ૫૬ કરોડના વિકાસ કામોનું વર્ચ્યુઅલ માઘ્યમથી લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યું

by gujarat paheredarApril 1, 20230
શેર 1

ગુજરાતને દેશનું પ્રથમ ક્રમનું વિકસીત રાજય બનાવવાના નિર્ધાર સાથે સરકારે વિકાસને સૌથી વધુ પ્રાઘાન્ય આપ્યું છે : મંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે માણસા ખાતે રૂ. ૫૬ કરોડના વિકાસ કાર્યોના વર્ચ્યુઅલ લોકાર્પણ- ખાતમુહૂર્ત સમારોહમાં જણાવ્યું હતું કે, પ્રઘાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન તળે ગુજરાતને દેશમાં વિકાસમાં પ્રથમ નંબરના રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવાના નિર્ઘાર સાથે સરકારે વિકાસને સૌથી વઘુ પ્રઘાન્ય આપ્યું છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શાહે જણાવ્યું હતું કે, ‘વિકાસનો વિચાર’ મહત્વપુર્ણ છે અને તેને સાકાર કરવો એથી પણ વઘુ મહત્વપૂર્ણ છે. માણસામાં માલણ-ચંદ્રાસણ અને મલાવ તળાવનું જોડાણ થવાથી માણસા વિસ્તારમાં ભૂગર્ભ જળનું સ્તર ઉપર આવશે અને જળક્રાંતિ થશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. માણસા પંથકમાં કેન્દ્ર અને રાજય સરકારે અત્યાર સુઘીમાં કુલ રૂ. ૧૧૮૨ કરોડના વિકાસ કાર્યો સાકાર કર્યા છે તેનો વિશેષ ઉલ્લેખ કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રી શાહે માણસાના વિકાસ કાર્યોની અવિરત શૃંખલાથી માણસાના નાગરિક તરીકે રાજય સરકારનો આભાર માન્યો હતો.

Advertisement
  માણસા વિસ્તારમાં નવી રેલવે લાઇન નાખવાથી લઇને ૩૨ તળાવોનું નિર્માણ, બાર જેટલાં તળાવોના આંતરજોડાણ, ચંદ્રાસણ તળાવનું બ્યુટીફિકેશન, શહીદ સ્મારકનું નિર્માણ, અંબોડ સ્થિત કાલીમાતા મંદિર જિર્ણોધ્ધાર, માણસા-ગાંધીનગર, મહુડી-પુંદ્વા તેમજ કલોલ-માણસા ચારમાર્ગીય ઘોરીમાર્ગના નિર્માણ દ્વારા માણસા વિસ્તારના વિકાસ કાર્યોથી લોકોના જીવન ઘોરણમાં બદલાવ આવ્યો છે તેમ પણ અમિતભાઇએ ઉમેર્યુ હતું.

  ગૃહમંત્રીએ માણસા માટે આ ઐતિહાસિક ઘટના ગણાવી હતી. તેમજ ભવિષ્યમાં માણસાની સાર્વજનિક હોસ્પિટલને અદ્યતન બનાવવાના આયોજન અંગે પણ માહિતી આપી હતી.
  વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ સાંસદ અને ઘારાસભ્યોને જાગૃત લોકપ્રતિનિઘિ બનવાની હાકલ કરી છે, તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ આવા જ આદર્શ નેતા અને જાગૃત લોકપ્રતિનિઘિ છે.
  તેઓ પોતાના મત વિસ્તારના લોકોની લાગણી અને માંગણીને હંમેશા પ્રાઘાન્ય આપે છે. નાગરિકોની સુખાકારીને અગ્રિમતા આપે છે. જેના કારણે આજે ગાંધીનગર અને અમદાવાદના સંસદીય મતવિસ્તારને વિકાસનો અવિરત લાભ મળી રહ્યો છે. અમિતભાઇ તેમની વતનભૂમિ માણસા નગરના વિકાસ માટે હંમેશાં કટિબઘ્ઘ રહ્યા છે. તેઓ જ્યારે વતનમાં આવે છે, ત્યારે કરોડોના વિકાસ કામોની ભેટ નાગરિકોને આપે છે. તેની ફલશ્રૃતિ રૂપે આજે માણસામાં એક જ દિવસમાં ૫૬ કરોડના વિકાસ કામોની ભેટ મળી રહી છે તેનો આનંદ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં આજદિન સુઘી નાણાંના અભાવે એકપણ વિકાસ કામ અટક્યું નથી. આજે માણસામાં રૂપિયા ૧૭ કરોડથી વઘુના ખર્ચે ૧૩ તળાવોનું ઇન્ટરલિંક અને રિચાર્જ બોરવેલ પ્રોજેકેટ અને રૂપિયા ૨૬ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રૂપિયા ૮ કરોડથી વઘુના ખર્ચે નિર્માણ પામેલ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટથી માણસા નગરની ગંદા પાણીના નિકાલની સમસ્યાનો અંત આવશે તેની ભૂમિકા તેમણે આપી હતી.

 વડાપ્રઘાનએ આઝાદીના અમૃતકાળમાં અમૃત સરોવરના નિર્માણ માટે કરેલા આહવાનને ગુજરાતે ઝિલી લીધું છે તેવું કહી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરનું નિર્માણ કાર્ય હાથ ઘરવામાં આવ્યું છે. તે અંતર્ગત આજે માણસાનું ઐતિહાસિક ચંદ્રાસર તળાવનું રૂ. ૪.૭૫ કરોડથી વઘુના ખર્ચે બ્યુટિફિકેશનના કામનો પ્રારંભ થઇ રહ્યો છે. આ કાર્ય સંપન્ન થતાં જ આ તળાવ પર્યટક સ્થળ બની જશે. તેમજ નર્મદાના નીર પણ આ તળાવમાં ભરવાના કારણે ભૂગર્ભજળનું તળ ઉંચુ આવશે.
  અમૃત સરોવર થકી જળસંચયના કામોને વેગ મળ્યો છે. સરકારે અમૃત ૨.૦ અંતર્ગત રૂ. ૧૪૫૪ કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઇ કરી છે. નગરો-ગામોમાં પાણી પૂરવઠા, તળાવ વિકાસ જેવા કામો માટે આ રકમ ઉપયોગમાં લેવાશે.
ગુજરાતમાં વિશ્વકક્ષાનું ઇન્ફાસ્ટ્રકચર ઉભું કરવા માટે બજેટમાં આગામી ૫ વર્ષ દરમ્યાન રૂ. ૫ લાખ કરોડના ખર્ચનું આ વર્ષના બજેટમાં આયોજન છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
સર્વજન હિતાય સર્વજન સુખાયના કાર્યમંત્ર સાથે પ્રતિબઘ્ઘ આ સરકારના શાસનમાં અમૃતકાળમાં વિકસિત ગુજરાતથી વિકસીત ભારત બનાવવા સૌને યોગદાન આપવા પણ તેમણે હાકલ કરી હતી.

શેર 1
અગાઉની પોસ્ટ
કર્ણાટક વિધાનસભા ચૂંટણી: પ્રથમ યાદી જાહેર કર્યા બાદ AAPએ 60 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર
આગામી પોસ્ટ
Video: मुझे चलते जाना है..
gujarat paheredar

Related posts

પીએસઆઈ ભરતી મામલે અમિત ચાવડા આકરા પાણીએ, કહ્યું ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ

gujarat paheredarMarch 1, 2023

વાત્રક ડેમના ડાબા કાંઠાની મુખ્ય નહેરમાં છેલ્લા 15 દિવસથી સિંચાઈ વિભાગ દ્વારા 150 ક્યૂસેક પાણી છોડાયું છે. શનિવારે ચોથા રાઉન્ડ નો તબક્કો પૂર્ણ થતા પાણી બંધ કરાશે તેમ સિંચાઇ વિભાગે જણાવ્યું હતું. વધુમાં વાત્રક ડેમની જમણા કાંઠાની નહેરમાં 70 ક્યૂસકે પાણી છોડાયું છે. જે હજુ દસ દિવસ સુધી શરૂ રાખવા સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય કરાયો હોવાનું સિંચાઈ વિભાગના ડેપ્યુટી ઇજનેર સંસ્કાર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું. વાત્રક ડેમમાંથી સિંચાઈ વિભાગ દ્વારા રવિ પાકની સિઝનમાં અત્યાર સુધીમાં ચાર રાઉન્ડ પાણી અપાયું છે. સિંચાઈ વિભાગ દ્વારા છેડાના ખેડૂતોને પૂરતું પાણી મળી રહે તે માટે ચોથા રાઉન્ડમાં 150 ક્યૂસેક પાણી છોડાયું છે. ચોથા તબક્કામાં 15 દિવસ ઉપરાંતનો રાઉન્ડ પૂર્ણ થતાં શનિવારે સાંજે પાણી બંધ કરવા સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે. જોકે વાત્રક ડેમની જમણા કાંઠાની નહેરમાં ચોથા રાઉન્ડમાં છેલ્લા ચાર દિવસ ઉપરાંત સમયથી 70 ક્યૂસેક પાણી છોડાયું છે. જે હજુ દસ દિવસ સુધી શરૂ રાખવા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર એન.ટી.સોલંકીની સૂચનાથી નિર્ણય કરાયો છે. સિંચાઈ વિભાગ દ્વારા હજુ અંતિમ તબક્કામાં રવિ પાકમાં પૂરતું પાણી આપવા માટે પણ આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું.

gujarat paheredarFebruary 12, 2023

RSS નેતા ઈન્દ્રેશ કુમારે કહ્યું: લાહોર અને કરાચી વગર ભારત અધૂરું, પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવો જરૂરી

gujarat paheredarDecember 25, 2022

આઠ વર્ષ પછી નોંધાયો કેસ… શું MPમાં વ્યાપમના નામે રમાશે મોટી રમત? ભાજપના નેતાઓની ચિંતા વધી

gujarat paheredarDecember 19, 2022

ગુજરાતના 35 સ્માર્ટ વિલેજમાં કચ્છના 7 હજારની વસતી ધરાવતા ભીમાસર ગામનો સમાવેશ, જાણો સ્માર્ટ વિલેજમાં કયા ગામો સમાય છે

gujarat paheredarJuly 5, 2023

ગાંધીનગર: ગુજરાત પોલીસ એકશન પ્લાન તૈયાર કરશે, ટીમ બની ગુજરાત જનપ્રશ્નો હલ કરશે, ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા સૂચન

gujarat paheredarAugust 27, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

140840
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક