સિદ્ધપુરથી ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા જયનારાયણ વ્યાસ એક દિવસ અગાઉ સિદ્ધપુરના વામૈયા ગામમાં જાહેર સભામાં પહોંચ્યા હતા. અહીં તેઓ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં પહોંચ્યા હતા અને લોકોને અપીલ કરી હતું કે કોંગ્રેસને જીતાડે
સિદ્ધપુરથી ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા જયનારાયણ વ્યાસ એક દિવસ અગાઉ સિદ્ધપુરના વામૈયા ગામમાં જાહેર સભામાં પહોંચ્યા હતા. અહીં તેઓ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં પહોંચ્યા હતા અને લોકોને અપીલ કરી હતું કે કોંગ્રેસને જીતાડે. જણાવી દઈએ કે ટિકિટ ન મળવાથી નારાજ જય નારાયણ વ્યાસે થોડા દિવસો પહેલા ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. જય નારાયણ વ્યાસ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સરકારમાં આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે.
જય નારાયણ વ્યાસ લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા. તેમણે પાર્ટીમાં ઘણા ઉતાર-ચઢાવ પણ જોયા. જ્યારે કેશુભાઈ અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જય નારાયણ વ્યાસ પણ બંને સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. મળતી માહિતી મુજબ, જય નારાયણ વ્યાસ ઘણા સમયથી ભાજપથી નારાજ હતા. કારણ કે 2017માં જયનારાયણ વ્યાસની ટિકિટ કપાઈ હતી.
ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થશે, ત્યારબાદ બીજા તબક્કામાં 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે, જ્યારે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવશે.