જો તમારા આધાર કાર્ડમાં કોઈ પણ માહિતી ખોટી રીતે નોંધાયેલી છે અને તમે તેને સુધારવા માગો છો, તો આ કામ મફતમાં કરાવવાનો હવે યોગ્ય સમય છે. લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને UIDAIએ આધાર કાર્ડમાં અપડેટને થોડા સમય માટે ફ્રી કરી દીધું છે.
જો તમારા આધાર કાર્ડમાં કોઈ પણ માહિતી ખોટી રીતે નોંધાયેલી છે અને તમે તેને સુધારવા માગો છો, તો આ કામ મફતમાં કરાવવાનો હવે યોગ્ય સમય છે. લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને UIDAIએ આધાર કાર્ડમાં અપડેટને થોડા સમય માટે ફ્રી કરી દીધું છે. હવે આધારને ઓનલાઈન અપડેટ કરવા માટે કોઈ રૂપિયા ચૂકવવાના રહેશે નહીં. તે જ સમયે, જો તમે આધાર કેન્દ્ર પર જઈને આ કામ કરો છો તો તમારે હજુ પણ 50 રૂપિયા ચૂકવવા પડશે.
ઓનલાઈન ફ્રીમાં આધાર અપડેટ કરવાની મળશે સુવિધા
આધારને 15 માર્ચથી 14 જૂન, 2023 સુધી નિઃશુલ્ક Aનલાઇન અપડેટ કરી શકાય છે. UIDAI 10 વર્ષથી વધુ જૂના આધાર કાર્ડ ધારકોને પણ તેમની વિગતો અપડેટ કરવા અપીલ કરી રહ્યું છે.
આધારમાં શું-શું ઓનલાઈન કરાવી શકો છો અપડેટ
આધારમાં નામ, સરનામું, જન્મદિવસ, લિંગ, મોબાઈલ નંબર, ઈમેલ તેમજ બાયોમેટ્રિક્સ ફિંગરપ્રિન્ટ, આઈરીસ અને ફોટોગ્રાફ જેવી જેવી માહિતી અપડેટ કરી શકાય છે. જો કે આમાંની કેટલીક બાબતો ઓનલાઈન અપડેટ થાય છે, પરંતુ કેટલીક માહિતી ઓફલાઈન અપડેટ કરવી પડે છે.
આવી રીતે ઓનલાઈન અપડેટ કરો આધાર
- UIDAI ના સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ પર જાવો. https://ssup.uidai.gov.in/ssup/
- લોગિન પર ક્લિક કરો અને તમારો વિશેષ 12 આંકડાનો આધાર નંબર અને આપવામાં આવેલા કેપ્ચા કોડને દાખલ કરો. પછી ‘ઓટીપી મોકલો’ પર ક્લિક કરો અને તમારા આધાર સાથે સંબંધિત મોબાઈલ નંબર પર મોકલેલા ઓટીપીને દાખલ કરો.
- હવે સર્વિસિઝ ટેબ હેઠળ ‘અપડેટ આધાર ઓનલાઈન’ સિલેક્ટ કરો
- હવે ‘પ્રોસિડ ટૂ અપડેટ આધાર’ પર ક્લિક કરો અને એ ડિટેલની પસંદગી કરો જેને તમે બદલવા માગો છો
- આધાર કાર્ડમાંના તમારું નામ તમારી સ્ક્રીન પર દેખાશે. તમે દસ્તાવેજ અપલોડ કરીને જે બદલાવ કરવા માગો છો તે કરી શકો છો
- કરવામાં આવેલા ફેરફારની પુષ્ટિ કરો. તમારી જાણકારી અપડેટ થઈ જશે