મોરબી: સિરામિક એસો હોલ ખાતે મિશન લાઈફ, લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ વિષય પર સેમીનાર યોજાયો
મોરબી સિરામિક એસો હોલ ખાતે સીપીસીબીના મદદનીશ નિયામકઅમિત ઠક્કર તથા જીપીસીબી પ્રાદેશીક કચેરી મોરબીના ઈન્ચાર્જ પ્રાદેશિક અધિકારી એમ. એન. સોની તથા મદદનીશ પર્યાવરણ ઈજનેરએમ.એમ.ખીમસુરીયા તથા મોરબી સીરામીક એસોસીએશનના સયુંક્ત ઉપક્રમે Mission LiFE – Life Style For Environment વિષય પર સેમીનાર યોજવામાં આવ્યો હતો
જેમાં ઉપસ્થિત સીરામીક ઉધ્યોગકારોને અધિકારીઓ દ્વારા વેસ્ટ રીડકશન તથા રીયુઝ / રીસાઈકલ કરવા માટે માહીતગાર કરવામાં આવેલ અને Mission LiFEઅંતર્ગત પ્રતિજ્ઞા લેવામાં આવેલ. વધુમાં સીરામીક એસોસીએશને પણ માહિતી આપતા જણાવ્યું હતું કે અગાઉના વર્ષોમાં જે સીરામીક એકમની ઉત્પાદન કરવાની જે પધ્ધતિ હતી તે હવેના સમયમાં ફેરફાર કરીને નવી અત્યાધુનીક ટેકનોલોજી વાળા પ્લાન્ટ મશીનરી પ્રસ્થાપિત કરીને ઉત્પાદન કરવામાં આવે છે તેમજહાલમાં સીરામીક એકમમાંથી ઉદભવતુ ગંદુપાણીને સેટલીંગ કર્યાબાદ ફરીથી પ્રોસેસમાં સંપુર્ણ રીયુજ કરવામાં આવે છે અને ઈટીપી વેસ્ટને પણ સંપુર્ણ રીયુઝ કરવામાં આવે છે.