ગેંગસ્ટર કેસમાં આજે ગાઝીપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે મુખ્તાર અંસારીને દોષિત ઠેરવ્યો છે. ગાઝીપુરના MP MLA કોર્ટે ગેંગસ્ટર કેસમાં જેલમાં બંધ માફિયા મુખ્તાર અંસારીને દોષિત ઠેરવ્યો અને તેને 10 વર્ષની જેલ અને 5 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી. ગાઝીપુરના સાંસદ અફઝલ અંસારીને પણ ગેંગસ્ટર એક્ટ હેઠળ 4 વર્ષની સજા થતા સંસદ પદ ગુમાવ્યું છે. કોર્ટમાં સુનાવણી પહેલા ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની પત્ની અલકા રાયે કહ્યું કે, હું ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખું છું. ગુંડાઓ, માફિયાઓનું શાસન ખતમ થઈ ગયું છે. તેઓ હવે જેલમાં જ રહેશે, નહીં તો ઉપર જશે.
જણાવી દઈએ કે, વર્ષ 2005માં ગાઝીપુરમાં બીજેપી ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યા કરવામાં આવી હતી. વર્ષ 2007માં મુખ્તાર અને અફઝલ અંસારી વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં વર્ષ 2005માં કૃષ્ણાનંદ રાયની હત્યા અને નંદ કિશોર રૂંગટા અપહરણ કેસને આધાર બનાવવામાં આવ્યો હતો. આજે ગાઝીપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટ બપોરે 2 વાગે નિર્ણય આપ્યો છે.
અફઝલ અંસારીને 4 વર્ષની સજા
સાંસદ-ધારાસભ્ય કોર્ટ અફઝલ અંસારીને 4 વર્ષની સજા ફટકારી છે. આથી હવે તેમનું સંસદ સભ્ય પદ રદ થયું છે. જણાવી દઈએ કે, અગાઉ સુનાવણી 15 એપ્રિલે થવાની હતી, પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસરની ઉપલબ્ધતાના કારણે સુનાવણી થઈ શકી ન હતી અને સુનાવણી આગળ વધી હતી.