પહેલા તેમના સમર્થકોને તાલુકામાં પદ ના અપાતા નારાજગી જોવા મળી હતી ત્યારે ફરી એકવાર તેઓ ટિકિટ ના મળતા નારાજ થયા હતા
કોંગ્રેસે તેમને ટિકિટ ન આપી ત્યારે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા, જે બાદ ગઈકાલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તાજેતરમાં કામિનીબા રાઠોડે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસમાં ટિકિટના સોદા પૈસાથી થાય છે.
કોંગ્રેસે દહેગામ બેઠક પરથી વખતસિંહ ચૌહાણને ટિકિટ આપી હોવાથી કામિનીબા રાઠોડ નારાજ હતા. ટિકિટ બાબતે કામિનીબા રાઠોડે પ્રદેશ પ્રમુખ પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા.કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ તેમને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેમની નારાજગી ટિકિટને લઈને સામે આવી હતી. જે બાદ આજે કામિનીબા રાઠોડે દહેગામ બેઠક પરથી ઉમેદવારી પાછી ખેંચી હતી. જોકે થોડા જ સમયમાં કામિનીબા રાઠોડ કોંગ્રેસથી અલગ થઈ જતાં કોંગ્રેસની મુશ્કેલીઓ વધી ગઈ હતી. ફોર્મ પાછું ખેંચ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે તેમણે તેમના વડીલોના માનમાં સ્વેચ્છાએ ફોર્મ પાછું ખેંચ્યું છે અને આજે તેઓ વિધીવત રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે.