નવસારી વિસ્તારમાં દરીયાના પાણી આગળ વધતા ઘેરી ચિંતા કાંઠા વિસ્તારના લોકોની છે તેમાં પણ કેટલાક ગામો કાંઠાના હોવાથી તેમને વધુ મુશ્કેલી પડી રહી છે. દરીયો જમીન ગળી રહ્યો હોવાથી ગ્રામજનોની ચિંતા પણ વધી છે.
ઓંજલ ગામમાં એક કિમી દરીયાના પાણી આગળ વધ્યા છે આ સિવાય અન્ય ગામોમાં પણ આ મુશ્કેલી સર્જાઈ છે. પ્રોટેક્શન વોલ બનાવવા માંગ કરવામાં આવી રહી છે. આ મામલે પ્રવાસન વિભાગે ગંભીરતાથી વિચારવાની જરુર છે તેમ સ્થાનિકોની પણ માગ છે. દરીયાના પાણી આગળ વધતા લોકોના ઘરો સુધી પણ આવી રહ્યા છે. જેથી કેટલાક લોકો ઘરોથી આગળ વસવાય માટે પણ જઈ રહ્યા છે. દરીયાના પાણી આગળ વધતા કોસ્ટલ બેલ્ટમાં પણ ચિંતા વધી રહી છે.
અગાઉ કોંગ્રેસે પણ પ્રેસ કોન્ફરન્સ કરી આ મામલે ગંભીર ચિંતા કરીટ હતી. ગુજરાત રાજ્ય ના જાણીતા બીચ આવનારા સમયમાં ગાયબ અથવા નામ શેષ થવા ની દિશા માં છે. કેન્દ્ર સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પ્રમાણે સમગ્ર દેશ માં સૌથી વધુ દરિયાઈ કાંઠો ધરાવતો ગુજરાત રાજ્ય નો કાંઠો ખતરા માં છે.
ગુજરાત રાજ્ય ના ૧૯૪૫.૬ કિલોમીટર ના દરિયાઈ કાંઠા માં થી ૫૩૭.૫ કિલોમીટર ના દરિયાઈ કાંઠા નું ધોવાણ છે. તેમ કોંગ્રેસ દ્વારા કેટલાકટ ડેટા પણ રજૂ કરાયા હતા.