આસારામને આજીવન કેદની સજા ફટકારવાની સાથે કોર્ટે પીડિતાને રૂ. 50 હજારનું વળતર આપવાનું સૂચન પણ કર્યું હતું.
જણાવી દઈએ કે, વર્ષ 2013માં સુરતમાં આસારામ બાપુ વિરુદ્ધ યૌન શોષણનો કેસ નોંધાયો હતો. ત્યાર બાદ સુરત પોલીસે જે વિસ્તારમાં આ બનાવ બન્યો હતો ત્યાં કેસ ટ્રાન્સફર કર્યો હતો એટલે કે અમદાવાદની ચાંદખેડા પોલીસને આ કેસ સોંપવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ મામલે ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામ બાપુને આજીવન કેદની સજા ફટકારી હતી. સજા સંભળાવતા પહેલા કોર્ટે બંને પક્ષની તમામ દલીલો, પુરાવા, દસ્તાવેજ અને સાક્ષીઓના નિવેદનનું અવલોકન કર્યું હતું. આસારામને આજીવન કેદની સજા ફટકારવાની સાથે કોર્ટે પીડિતાને રૂ. 50 હજારનું વળતર આપવાનું સૂચન પણ કર્યું હતું.
2001માં સુરતની બે યુવતીઓએ લગાવ્યો હતો દુષ્કર્મનો આરોપ
ત્યારે હવે ગાંધીનગર કોર્ટના ચુકાદા સામે આસારામ બાપુએ ગુજરાત હાઈકાર્ટનો દરવાજો ખટખટાવ્યો છે અને સજા પર રોક લગાવવા માટે અરજી કરી છે. આગામી દિવસોમાં આ મામલે સુનાવણી થાય તેવી માહિતી છે. જણાવી દઈએ કે, વર્ષ 2001માં સુરતની બે યુવતીઓએ આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈ પર દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવ્યો હતો. વર્ષ 2013માં આ કેસમાં કુલ 8 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. સરકાર વતી 55 સાક્ષીઓ ચકાસવામાં આવ્યા હતા.