ગીરગઢડા તાલુકાના બોડીદરમાં રહેતા અને કોડીનારમાં મેડિકલ એજન્સી તથા એગ્રોની દુકાન ધરાવતા અજયકુમાર અમરશીભાઈ વાઢેર ઉંમર વર્ષ 26 તારીખ 22/9/2022 ના તેની દુકાને હતા ત્યારે તેના instagram આઈડી પર મર્સી ક્લેરા 233 નામના અજાણ્યા આઈડી પરથી ફોલો રિક્વેસ્ટ આવી હતી જેમાં તમે યુ.કે.માં બિઝનેસ કરવા માંગો છો કે નહીં? તેવું અંગ્રેજીમાં લખ્યું હતું બાદમાં મેસેજ પર વાતચીત થઈ હતી જેમાં મર્સી ક્લેરા નામની વ્યક્તિએ પોતે એક કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે તેમ કહી તેનો નંબર આપ્યો હતો અને ટેલિગ્રામ આઈડીમાં મેસેજ કરજો તેમ જણાવ્યું હતું અજયકુમારે તેના પર મેસેજ કરતા મર્સી ક્લેરાએ જણાવેલું કે અમે થોડા દિવસ પછી દિલ્હીથી બિઝનેસ મિટિંગમાં આવવાના છીએ અમે ત્યાં કોઈને ઓળખતા નથી તમે પણ મિટિંગમાં આવજો રહેવાની વ્યવસ્થા પણ તમે કરાવજો તેના 50,000 ડોલર તેમજ ગિફ્ટ મોકલશે તેમાંથી પેમેન્ટ કરી દેજો આ બાબતે અજયકુમાર સહમતિ આપતા મર્સી કલેરાએ ટેલિગ્રામ મારફત વિડીયો કોલ કરી 50000 ડોલરનું કવર appleનું લેપટોપ એક સોનાનું નેકલેસ તેમજ એક જોડી બુટ પેક કરી પાર્સલ કોડીનાર ખાતેની દુકાનનું એડ્રેસ લખી બતાવ્યું હતું તેણે કહ્યું હતું કે આ પાર્સલ કાલે દિલ્હી એરપોર્ટ પર પહોંચી જશે ત્યાં પ્રોસેસ પૂરી થયા બાદ પાર્સલ મળશે બાદમાં અજાણી મહિલાએ ફોન કરીને પોતે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ નંબર ત્રણમાંથી બોલતી હોવાનું કહી ઉમેર્યું હતું કે તમારું યુ.કે.થી પાર્સલ આવ્યું છે તેને છોડાવવા માટે 35,000 પેમેન્ટ કરવાનું છે આથી અજયકુમારે 35000 ટ્રાન્સફર કર્યા હતા
