જર્જરિત મકાનો પાડી દેવા અથવા મરામત કરાવી લેવા ભાવનગર મહાપાલિકાની નગરજનોને અપીલ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની સીઝનને ધ્યાને લઇ મહાનગરપાલિકાની હદ માં આવેલ જર્જરિત મકાનો બાંધકામવાળી મિલકતો જે જર્જરિત હાલતમાં હોય અને જોખમકારક બનેલ હોય તે ભારે વરસાદ કુદરતી હોનારત કે અન્ય કારણોસર તૂટી પડે તેવા સંજોગોમાં કોઈના જાન માલને નુકસાન ન થાય તે હેતુસર ધ જી.પી. એમ.સી એકટની કલમ-૨૬૪ અન્વયે આવી જર્જરિત મિલકતો પાડી નાખવા/સુરક્ષિત કરવામરામત કરાવી લેવા કે ઉતારી લઈ ભયમુક્ત કરવા આથી લાગતા વળગતા સબંધિત તમામ મિલકત ધારકો ભોગવટો કરનારને તાકીદે જરૂરી કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવે છે. શહેરમાં આવેલ જર્જરિત સંયુક્ત માલિકીના ફ્લેટો કે બાજુની મજમી ઈમારતોના કિસ્સામાં જે-તે સંબંધિત ધારકો દ્વારા સંયુક્ત રીતે મિલકત ભયમુક્ત ન કરવામાં આવતા જોખમી પરિસ્થિતિએ પહોચે છે અને અત્રેથી નોટીસ આપવામાં આવતા પોતાની જવાબદારી ઠેલીને નોટીસ સ્વીકારવામાં આવતી નથી કે ભયમુક્ત કરાવવા અંગે કાર્યવાહી કરવામાં આવતી નથી.જર્જરિત અને જોખમી મિલકતો ભયમુક્ત કરવા રીપેરીંગ કરાવી લેવાની કે ઉતારી લેવાની પ્રથમ જવાબદારી જે- તે ધારકની/ભોગવટો કરનારની છે જેથી આ જાહેર નોટીસથી તમામ જર્જરિત મિલકતો જેવી કે ફલેટ,બહુમાળી ઇમારતો વિગેરેને પાડી નાખવાસુરક્ષીત કરવા અંગે સંબંધિતો દ્વારા સમય મર્યાદામાં જરૂરી કાર્યવાહી ન કરવાથી જો કોઈ આકસ્મિક ઘટના બનશે અને જાહેર જનતાને અથવા તો કોઈના જાનમાલને નુકશાન થશે તો તે અંગેની તમામ જવાબદારી સંબંધિત મિલ્કતધારક મકાનમાલિક ભોગવટો મિલ્કતધારક મકાનમાલિક ભોગવટો કરનારની રહેશે,જેની ગંભીર નોધ લેવા જણાવવામાં આવે છે..