ધ કેરલ સ્ટોરી ફિલ્મને કરમુક્ત કરવાના હેતુસર ભાજપના ધારાસભ્યો અને સાંસદો દ્વારા સીએમને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મને લઈને મોટી ચર્ચાઓ સામે આવી હતી ત્યારે ફિલ્મ રીઝીલ થયા બાદ ફિલ્મ પર વિવાદ પણ શરુ થયો છે.
જેમાં રાજકીય નેતાઓના નિવેદનો પણ સામે આવી રહ્યા છે. ત્યારે આ ફિલ્મને લઈને એમપી અને યુપી જેવા રાજ્યોએ કરમુક્ત કરી છે તો ગુજરાતમાં પણ ફિલ્મને કરમુક્ત કરવાની રજૂઆત કરવામાં આવી છે. તો બીજી તરફ તમિલનાડું અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ફિલ્મ ના ચલાવવા માટે રાજકારણ ગરમાયું છે ત્યારે ગુજરાતમાં મોટી સંખ્યામાં દર્શકો આ ફિલ્મને જોવા માટે જઈ રહ્યા છે.
તેવામાં આ ફિલ્મ કરમુક્ત બને તે હેતુથી ભાજના રાજકોટના ધારાસભ્યો દર્શિતા શાહ, રમશે ટીલાળા તેમજ અન્ય નેતા એવા સંજય કોરડીયા અને વિપુલ પટેલ દ્વારા સીએમને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. ભાજપના 4 ધારાસભ્યો અને સાસંદો દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે. અગાઉ રાજ્યમાં કશ્મીર ફાઈલ ફિલ્મને પણ કરમુક્ત કરવામાં આવી હતી. અન્ય રાજ્યોની જેમ ગુજરાતે આ દિશામાં નિર્ણય લીધો હતો ત્યારે બની શકે છે કે, કેરલ સ્ટોરી ફિલ્મને પણ કરમુક્ત કરવામાં આવી શકે છે.
આજે સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કેબિનેટ બેઠક બાદ આ પત્રને ધ્યાને લેવાઈ શકે છે.