કડવી વાસ્તવિકતા*નળ છે પણ જળ નથી* નેત્રંગ તાલુકાના શણકોઈ ગામમાં પાણીનો પ્રશ્ન ગંભીર બન્યો
ભરૂચ જિલ્લા ના આંતરિયાળ વિસ્તારમાં આવેલ ગામડાઓ હજુ પણ પાણી માટે વલખા મારતા હોય તેમ કહેવાય રહ્યું છે, અનેક એવા ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ખેતી માટે તો થી ક મકાન વપરાશ માટે અને પશુઓને પિવા માટે પણ પૂરતું પાણી ન મળતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, અંતરીયાળ વિસ્તારોના ગામોના હેન્ડ પંપ તો છે પરંતુ ટીપે ટીપે સરોવર ભરાય તેમ તેના માંથી જળ ટપકતું હોય છે અને જહેમત બાદ એક બાલ્ટી પાણી ભરાતું હોય છે,
ખાસ કરી જળ સમસ્યા નૉ ભરૂચ જિલ્લા ના નેત્રંગ તાલુકા અનેક ગામડા ઓ સામનો કરી રહ્યા છે, જ્યાં કેટલાય ગામડાઓ માં નળ તો લાગ્યા છે પણ તેમાં જળ ના દર્શન માટે ગ્રામજનો ચાતક નજરે રાહ જોઈ બેઠા છે, અનેક નેતાઓ આ વિસ્તારોમાં ચૂંટણી પ્રચારો માં ફરી આવ્યા અને ગામ ની સુખ સુવિધાઓ માટેના વાયદાઓ પણ કરી આવ્યા પરંતુ આજે પણ નેતાઓ ના તમામ વાયદા પોકર સાબિત થયા હોય તેમ આ વિસ્તારોમાં ફરવા બાદ થી લાગી રહ્યું છે,
વારંવાર ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાં રજુઆત છતાં કોઈ પગલાં નહિ હોવાના પણ આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે,તો ખેતીના પાકને બચાવવા ખેડૂતોએ પણ અજીજી કરી છે,નેત્રંગ તાલુકાના શણકોઈ ગામમાં ખેડૂતો અને સ્થાનિકો પીવાના સહિત સિંચાઈના પાણી માટે આજે પણ વલખા મારી રહ્યા છે.ત્યારે વિકસિત ગુજરાત ની કડવી વાસ્તવિકતા નજરો સમક્ષ આવી ચડે છે, શણકોઈ ગામ ના હેન્ડ પંપ અને નળ છે પરંતુ તેમાંથી જળ ક્યારે નીકળશે તે બાબતે ગ્રામજનો રોજનું મંથન કરતા હોય છે, આંતરિયાળ વિસ્તારોમાં જળ ની કટોટી કહો કે મજબૂરી સામે ગ્રામજનો લાચારી અનુભવી રહ્યા છે,
આ વિસ્તારમાં ક્યારે એવો નેતા આવશે અને તેઓની આ સમસ્યા નૉ અંત લાવશે તેવી આશા સાથે ગ્રામજનો હાલ તો જીવન જીવતા હોવાનું કહેવાય રહ્યું છે,
*નેત્રંગ, ઝઘડિયા માં અનેક નાના ડેમ છતાં જળ પહોંચાડવા તંત્ર માં મેનેજમેન્ટ નૉ અભાવ..?*
નેત્રંગ તાલુકા ની વાત કરીએ તો રાજપારડી થી નેત્રંગ માર્ગ પર ધોલી ડેમ છે જેના પણ આસપાસ ના અનેક ગામ આજે પણ જળ માટે નિર્ભર છે, તો બીજી તરફ ડેડીયાપાડા પાડા માર્ગ પર બલદવા ડેમ આવેલો છે જેના ઉપર પણ કેટલાય ગામ ના ખેડૂતો સિંચાઈ માટે અને ઘર વપરાશ માટે નિર્ભર રહ્યા છે તેમજ નેત્રંગ થી વાડી માર્ગ પર પિંગુટ ડેમ આવેલો છે જે પણ આસપાસ ના લોકો માં જળ માટે રાહત રૂપી છે,પરંતુ ઉનાળા માં આ ડેમોમાં જળ ની માત્ર ઘટવાથી છેવાડા ના ગામો માં જળ ની વિકટ સમસ્યા સર્જાઈ છે જે બાબતે તંત્ર એ મંથન કરી આ સમસ્યા માંથી કાયમી ઉકેલ માટે ની કોઈ નક્કર વ્યવસ્થા કરવાની ટાતી જરૂર જણાય છે,