રાજકોટમાં દિવસેને દિવસે લુખ્ખાઓનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. રાજકોટમાં ખાલી કહેવાતી દારૂબંધી છે. દારૂની હેરફેર કરનાર બૂટલેગરો આતંક મચાવે છે તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બુટલેગરે પડોશમાં આતંક મચાવ્યો અને પાડોશીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પાડોશીએ તેમની ફરિયાદ પોલીસમાં કરી હતી. મળતી માહિતી અનુસાર રાજકોટના રૂખડીયાપરામાં રહેતા કિરીટસિંહ અને ભરત સિસોદિયા દારૂનો ધંધો કરે છે. આ બંને બૂટલેગરોનો પડોશમાં ત્રાસ છે. રૂખડીયાપરામાં જ રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન કરતા તોકીફભાઇને ઘરે સંતાન આવતા તેમના ઘરે છઠ્ઠીની ઉજવણી હતી આ ઉજવણીમાં તેઓ એ ધીમા અવાજે તેઓ વગાડતા બંને બુટલેગર આવી અને તોકીફભાઇને ધમકાવવા લાગ્યા. ઉજવણીના કારણે તોકીફભાઇનાં ઘરે તેમના બહેન અને બનેવી પણ હતા તેમને પણ આ બુટલેગર ધમકાવવા લાગ્યા અને સાથે છરો અને પાઇપ જેવા હથિયાર લઈ પાછળ ડોડીયા અને થમકાવા લાગ્યા. “ઘર છોડી ને ચાલ્યા જાવ નહિતર જાનથી મારી નાખીશ”ની ધમકી પણ આપી. બુટલેગરના આ ત્રાસથી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા તોકીફભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.