વડોદરાએક કલાક પહેલા
પ્રતિકાત્મક તસવીર
તરસાલી, મકરપુરા અને જાંબુવાના લાખો લોકોને પાણીથી વંચિત રહેવું પડશે
વડોદરા શહેરના તરસાલી અને મકરપુરા વિસ્તારમાં 31 માર્ચ ગુરુવારે સાંજે અને 1 એપ્રિલ શુક્રવારના રોજ સવારે પાણીકાપ રહેશે.
વાલ્વ બેસાડવાની કામગીરી થશેવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર પાણી પુરવઠા શાખા હસ્તકના સ્કાડા ફેઝ-2 પ્રોજેક્ટ અંતર્ગત તરસાલી ટાંકીના વિતરણ નેટવર્કની 450 મી.મી. વ્યાસની પાણીની મુખ્ય ડિલિવરી લાઇન પર ફ્લોમીટર અને વાલ્વ બેસાડવાની કામગીરી 31 માર્ચ ગુરુવાર તરસાલી ટાંકીના સવારના ઝોનના વિતરણ કર્યા બાદ કરવાની હોવાથી સાંજે તરસાલી ટાંકી અને મકરપુરા એરફોર્સ બુસ્ટરથી સાંજના ઝોનનું પાણી વિતરણ નહીં થાય. તેમજ 1 એપ્રિલ શુક્રવારના રોજ જાંબુવા ટાંકી અને મકરપુરા ગામ બુસ્ટરથી સવારના ઝોનનું પાણી વિતરણ નહીં થાય.
લાખો લોકોને પાણીથી વંચિત રહેવું પડશેભર ઉનાળે જ આ કામગીરીને કારણે તરસાલી, મકરપુરા અને જાંબુવાના લાખો લોકોને પાણીથી વંચિત રહેવું પડશે. વડોદરા શહેરમાં 3 વર્ષ પહેલા દૂષિત પાણીની સમસ્યા ઉભી થઇ હતી. જેને લઇને વારંવાર પાણી કાપ મૂકવામાં આવતો હતો. આ ઉપરાંત મેઇન્ટનન્સ અને ભંગાણને કારણે પણ અનેક વખત પાણી કાપ જાહેર કરવામાં આવે છે અને લોકો એકથી લઇને 4 દિવસ સુધી પાણીની સમસ્યાને લઇને મુશ્કેલીમાં મૂકાઇ જાય છે.
વારંવાર પાણી કાપની સમસ્યાથી શહેરીજનો ત્રસ્તવડોદરા શહેરમાં મેઇન્ટનન્સ અને લીકેજ સહિતની કામગીરીને લઇને વારંવાર પાણી કાપ જાહેર કરવામાં આવે છે, જેને પગલે વડોદરાની પ્રજા ત્રસ્ત થઈ ચૂકી છે.
અન્ય સમાચારો પણ છે…