રાજકોટમાં થોડા સમયથી દિવસેને દિવસે દુષ્કર્મના બનાવ વધતા જઈ રહ્યા છે. નરાધમો યુવતી તો ઠીક નાની બાળકીને પણ નથી મૂકતા. તેવો જ એક બનાવ સામે આવ્યો છે જેમાં રાજકોટમાં એક તરુણીને નરાધમ છેડતી કરી હેરાન કરતો હતો જેનાથી કંટાળી તરૂણીએ એસિડ ગટગટાવ્યું. મળતી માહિતી અનુસાર રાજકોટમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા આસીફભાઈની ૧૪ વર્ષની તરૂણીએ પોતાના જ ઘરે એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેની જાણ થતાં પરિવાર તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલે દોડી ગઈ હતી અને પૂછપરછ આદરી હતી. પૂછપરછમાં પોલીસને જાણકારી મળી હતી કે નરાધમ તરુણી પાછળ સ્કૂલે જતો હતો અને તેની છેડતી કરતો હતો. નરાધમ લગ્ન કરવા તરુણી પ્ર દબાણ કરતો હતો જેથી કંટાળી તરૂણીએ આ કદમ લીધો અને ઝેર ગટગટાવ્યું હોય તેવું જાણવા મળ્યું છે. તેમના પિતા સાથે પોલીસે વાત કરતા તેમણે જાણ થઈ કે તરૂણીના પિતાએ પણ નરાધમને સમજાવ્યો હતો છતાં તે માન્યો નહિ અને તરુણીને હેરાન કરતો જેથી તેના ત્રાસથી કંટાળી તરૂણીએ આત્મહત્યા કરવાનું પગલું ભર્યું.