2000 Rupees Note Update: કેન્દ્ર સરકાર (Central Government) એ 2000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર કરી દીધી છે, જે બાદ હવે લોકોને ફરીથી લાંબી લાઈનોમાં ઉભા રહેવાની ટેન્શન સતાવી રહી છે. માહિતી આપતાં બેંકે જણાવ્યું છે કે, જે લોકો પાસે 2000 રૂપિયાની નોટ છે તે 23 મેથી બદલી કરાવી શકશે. તમે એક જ વારમાં 2000 રૂપિયાની માત્ર 10 નોટ બદલી શકો છો. બેંક સિવાય તમે બીજી જગ્યાએ પણ નોટ બદલાવી શકો છો. બેંક સિવાય તમે બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેન્ટર (Business Correspondents) પર પણ નોટ બદલાવી શકો છો.
કોરેસ્પોન્ડેન્ટ પાસેથી બદલાવી શકો છો નોટ
માહિતી આપતા RBIએ જણાવ્યું છે કે, ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રહેતા લોકો કેન્દ્ર પર જઈને નોટો બદલી શકશે. વર્ષ 2006માં આરબીઆઈએ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ્સને મંજૂરી આપી હતી જેઓ નોન-બેન્કિંગ મધ્યસ્થીઓની જેમ કાર્ય કરે છે.
ગામડાઓ અને તાલુકામાં બેંકની જેમ કરે છે કામ
આરબીઆઈ (RBI) એ આ નિર્ણય સમગ્ર દેશમાં નાણાકીય સેવાઓનો વ્યાપ વધારવા માટે લીધો હતો, જેથી ગામડાઓમાં રહેતા લોકોને પણ તમામ સુવિધાઓ મળી રહે. આપને જણાવી દઈએ કે, આ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ તાલુકા અને ગામડાઓમાં બેંકોની જેમ કામ કરે છે. આ ઉપરાંત આ લોકો ગામમાં રહેતા લોકોને બેંક ખાતા ખોલવામાં પણ મદદ કરે છે.
બેંગમાં ગયા વગર પણ બદલાવી શકો છો નોટ
જો તમે પણ ગામમાં રહો છો, તો તમે બેંકમાં ગયા વિના પણ 2000 રૂપિયાની નોટ બદલાવી શકો છો. આરબીઆઈએ જણાવ્યું છે કે, બેંક ખાતાધારક 2000 રૂપિયાની 2 નોટ એટલે કે 4000 રૂપિયા સુધીની નોટો બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેન્ટર પર જઈને બદલી શકે છે.
કેન્દ્રીય બેંકે આપી આ જાણકારી
સેન્ટ્રલ બેંકે લોકોને તેમના ખાતામાં 2,000 રૂપિયાની નોટો જમા કરાવવા અથવા અન્ય મૂલ્યોની નોટો બદલાવવા માટે બેંકોમાં જવા માટે કહ્યું છે. આ સિવાય આરબીઆઈ (RBI) ની 19 પ્રાદેશિક કચેરીઓમાં 2000 રૂપિયાની નોટ બદલવાની સુવિધા પણ આપવામાં આવશે. લોકો 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી કોઈપણ બેંકની શાખામાં જઈને નોટ બદલી શકશે. આરબીઆઈ (RBI) ની 19 પ્રાદેશિક કચેરીઓને પણ 2,000 રૂપિયાની નોટ બદલવાની સુવિધા આપવામાં આવશે. આરબીઆઈની સમગ્ર દેશમાં 31 સ્થળોએ પ્રાદેશિક કચેરીઓ છે.