Cold Drinks Side Effect: કાળઝાળ ગરમીની મોસમ આવી ગયો છે. ઉનાળાની ઋતુની સાથે સાથે ગળામાં શુષ્કતા અને તીવ્ર તરસ લાગવાનું શરૂ થઈ ગયું છે. લોકો તેમની તરસ છીપાવવા માટે પાણી પીવે છે, પરંતુ મોટાભાગના લોકો ઠંડા પીણા પણ પીવે છે. બાળકો હોય કે વૃદ્ધ, દરેકને ઠંડા પીણા પ્રત્યે વિશેષ લગાવ હોય છે. ઉનાળામાં કોલ્ડ ડ્રિંક્સ પીવું સમજી શકાય, પરંતુ તેનું વધુ પડતું સેવન કરવું શરીર માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે.
લોકોમાં એવી પણ માન્યતા છે કે ઠંડા પીણા પીવું શરીર માટે ફાયદાકારક છે. જો કે, આ દાવો સત્યથી દૂર છે. આવું એટલા માટે કે, જો તમે ઠંડા પીણાનું સેવન વધારે કરશો તો તેની સીધી અસર તમારા શરીર પર જોવા મળશે. આ સમાચારમાં અમે તમને જણાવીશું કે ઠંડા પીણા પીવાથી શરીરને શું – શુંનુકસાન થઈ શકે છે.
કોલ્ડ ડ્રિંક્સ પીવાથી શરીર પર થાય છે આ અસરો
1. ઠંડા પીણામાં ફ્રક્ટોઝ મળી આવે છે, જેના કારણે પેટ પર ચરબી જમા થઈ શકે છે. પેટ પર ચરબી વધવાનો અર્થ છે કે ડાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારીઓ તમને પરેશાન કરી શકે છે.
2. કોલ્ડ ડ્રિંક્સ આપણા લીવરને ઘણું નુકસાન પહોંચાડે છે. હકીકતમાં જ્યારે કોલ્ડ ડ્રિંક્સનું પ્રમાણ વધી જાય છે, તો લીવર ઝડપથી વધવા લાગે છે. તેનાથી નોન-આલ્કોહોલિક ફેટી લીવર રોગનું જોખમ વધે છે.
3. ભલે લોકો વિચારે છે કે ઠંડા પીણામાં ઘણા ફાયદાકારક તત્વો હોય છે. પરંતુ સત્ય તદ્દન વિપરીત છે. પોષક તત્વોને બદલે તે કેલરી અને શુગરથી ભરપૂર હોય છે. શુગરવાળા આવા પીણાના કારણે લેપ્ટિન રજિસ્ટન્સનું જોખમ રહે છે, જે સ્થૂળતા માટે જવાબદાર છે.
4. ઠંડા પીણાના કારણે બ્લડ શુગર વધવાનો પણ ખતરો રહે છે. આ એટલા માટે છે કારણ કે શરીર ઇન્સ્યુલિન રજિસન્ટન્સ થઈ જાય છે. ઇન્સ્યુલિનનું કામ લોહીના પ્રવાહમાંથી ગ્લુકોઝને કોષોમાં ખસેડવાનું છે. ઠંડા પીણાને કારણે કોષો ઇન્સ્યુલિનની અસરો પ્રત્યે ઓછી સંવેદનશીલ થઈ જાય છે.